રેસિપી / ટેસ્ટી અને ચટપટી યુનિક ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત

Recipes / Tasty and Spicy Unique Idli Masala Sandwiches

Divyabhaskar.com

Jul 14, 2019, 07:02 PM IST


રેસિપી ડેસ્ક. જો તમે વીકેન્ડ પર ઘરે ઈડલી ઢોંસા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો. પરંતુ તમારે કંઈક નવું કરવું હોય તો ઈડલી મસાલા સેન્ડવીચ એકદમ બેસ્ટ ઓપ્શન છે. હેલ્ધી ઈડલી મસાલા સેન્ડવીચ ખાઈને પરિવારના લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં. તો આજે જણાવીશું ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત.

સામગ્રી

 • 2થી 3 ચમચી દહીં
 • 3 બાફેલા બટાટાં
 • 2 ચમચી લીલા વટાણા
 • 1થી 2 ચમચી કોથમીર
 • 2 ચમચી તેલ
 • 1 ચમચી રાઈ
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી ધાણાજીરું
 • 1 ચમચી લાલ મરચું
 • 2 ચમચી ઝીણાં સમારેલાં મરચાં
 • 1/2 ચમચી આદુંની પેસ્ટ

બનાવવાની રીત

 • સૌથી પહેલાં એક બાઉલમાં સોજી, દંહી અને મીઠું નાખીને ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી, અને મિશ્રણને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવાં દેવું.
 • હવે બટેટાંને છોલીને મસળી લેવા.
 • એક કઢાઈમાં બે ચમચી તેલ નાખીને ગરમ કરવું
 • તેલ ગરમ થયા પછી તેમાં રાઈ, જીરું, લીલા મરચાં અને આદુંનો વઘાર કરવો.
 • ત્યારબાદ તેમાં લીલા વટાણા અને એક વાટકી મીઠું નાખીને થોડીકવાર ઢાંકણ ઢાંકીને ચઢવા દેવું
 • 2 મિનિટ બાદ ઢાંકણ લઈને તેમાં હળદર અને ધાણાજીરું નાખીને સારી રીતે હલાવવું
 • બટેટાંના મવામાં હળદર, લાલ મરચું નાખીને મિક્સ કરવું.
 • હવે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લેવું.

ઈડલી બનાવવા માટે

 • 1સૌથી પહેલાં સોજીના મિશ્રણમાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખવું
 • એક પ્રેશર કુકરમાં પાણી ઉકાળવું
 • હવે પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં ઈડલીનું સ્ટેન્ડ રાખવું
 • હવે તે સ્ટેન્ડમાં ઈડલીનું મિશ્રણ નાખવું અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દો. ત્યારબાદ 7થી 8 મિનિટ સુધી ઈડલી બનીને તૈયાર થઈ જશે.

સેન્ડવીચ બનાવવાની રીત

 • ઈડલી જ્યારે ઠંડી થઈ જાય ત્યારે તેને વચ્ચેથી કાપીને અડધી કરી લેવી.
 • બાદમાં બટેટાંના માવાને ઈડલીની વચ્ચે ભરવો. એક કઢાઈમાં 2થી 3 ચમચા તેલ ગરમ કરવા મૂકવું અને તેમાં મસાલા સેન્ડવિચને ફ્રાય કરવી.
 • તો તૈયાર છે મસાલા સેન્ડવિચ તેને તમે પોતાની મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.
X
Recipes / Tasty and Spicy Unique Idli Masala Sandwiches
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી