મગની દાળની કચોરી / રેસિપી: ચોમાસાની ઋતુમાં બનાવો સ્વાદિષ્ટ મગની દાળની કચોરી

Recipes: Prepare delicious moong daal kachori in the monsoon season

Divyabhaskar.com

Jul 10, 2019, 06:34 PM IST

રેસિપી ડેસ્કઃ ચોમાસાની સિઝનમાં રજાના દિવસે ઘરે જ ટેસ્ટી વાનગી બનાવીને પરિવાર સાથે એન્જોય કરવાની મજા જ કંઈક અલગ છે. કચોરી તો બધા ઘરે જ બનાવતા હોય છે પણ આજે અમે તમને જણાવીશું મગની દાળની કચોરી બનાવવાની રીત, જે ખાવામાં પણ એકમદ સ્વાદિષ્ટ છે.

લોટ બાંધવા માટેની સામગ્રીઃ

 • 2 કપ મેંદો
 • 1/4 કપ (60 ગ્રામ) તેલ
 • અડધી ચમચી મીઠું
 • કચોરીમાં પૂરણ ભરવા માટેની સામગ્રી:
 • મગની દાળ 100 ગ્રામ (બે કલાક સુધી પલાળીને રાખવી)
 • 2 ચમચી લીલી કોથમીર
 • ઝીણાં સમારેલા મરચાં
 • 1 ચમચી ધાણાજીરું
 • 1/2 અડધી ચમચી લાલ મરચું
 • ચપટી હિંગ
 • 1/2 ચમચી આદું
 • સ્વાનુસાર મીઠું
 • 1/2 ચમચી મીઠું
 • 1 ચમચી જીરું

બનાવવાની રીતઃ

 • ​​​​​​​એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરીને થોડું-થોડું પાણી નાખીને લોટ બાંધી લેવો.
 • લોટ ઢાંકીને 15-20 મિનિટ સુધી રાખી મૂકવો.
 • પલાળેલી મગની દાળને પીસી લેવી.
 • એક કઢાઈમાં 3-4 ચમચી તેલ ગરમ કરવું. તેમાં જીરું, લીલા મરચાં, ધાણાજીરું અને મસાલો નાખીને બરાબર મિક્સ કરી લેવું.
 • પીસેલી દાળ, મીઠું, ગરમ મસાલો, આદું અને લાલ મરચું નાખવું.
 • સુંગધ આવે ત્યાં સુધી દાળ શેકવી. તમે ઈચ્છો તો કાજૂ અને સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો.
 • તૈયાર દાળને એક બાઉલમાં કાઢીને ઠંડી કરવા મૂકવી.
 • લોટના ગોળ લુઆ કરી તેને વણી લેવા અને તેમાં એક ચમચી દાળનું મિશ્રણ ભરવું.
 • કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં એક પછી એક કચોરી તળવી અને ગોલ્ડન બ્રાઉન થાય સુધી તળવી.
 • તૈયાર છે મગની દાળની કચોરી. આ ડિશ તમે ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.
X
Recipes: Prepare delicious moong daal kachori in the monsoon season

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી