ચીઝ પાસ્તા / રેસિપીઃ હવે ઘરે જ બનાવો ટેસ્ટી ચીઝી પોપ પાસ્તા

Recipes: Make Tasty Cheesy Pop Pasta Now at Home

Divyabhaskar.com

Jul 09, 2019, 08:04 PM IST

રેસિપી ડેસ્કઃ ચીઝ અને પાસ્તા એવી વાનગી છે જેને જોઇને દરેકના મોઢામાં પાણી આવી જાય. એટલે જ આજે અમે તમારા માટે આ બંને વસ્તુનાં કોમ્બિનેશનની એક સ્પેશિયલ ડિશ લઇને આવ્યા છીએ. જેનું નામ છે ચીઝી પોપ પાસ્તા. આ ક્રિમી રિચ પાસ્ચા જોઇને મન લલચાઈ જશે. તો ચલો જાણીએ ચીઝ પાસ્તા બનાવવાની રીત.

સામગ્રીઃ

 • 200 ગ્રામ પાસ્તા
 • 80 ગ્રામ ક્રીમ ચીઝ
 • 40 ગ્રામ રિકોટા ચીઝ
 • 2 ગાર્લિક બ્રેડ(લસણવાળી બ્રેડ)
 • 30 ગ્રામ ફ્રેશ ક્રીમ
 • 40 ગ્રામ પાર્મિસન ચીઝ (ઈટાલિયન ચીઝ)
 • 15 ગ્રામ પેન્કો બ્રેડક્રમ્બ્સ
 • 5 ગ્રામ ઓલિવ ઓઈલ

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલાં એક કઢાઈમાં પાણી ઉકાળી લેવું. હવે તેમાં પાસ્તા, તેલ અને મીઠું નાખી 15 મિનિટ સુધી ચઢવા દો. અથવા ત્યાં સુધી ચઢવા દેવું જ્યાં સુધી પાસ્તા સોફ્ટ ન થઈ જાય. હવે ગેસ બંધ કરીને પાસ્તામાંથી વધારાનું પાણી કાઢી લેવું. પાસ્તાને ઠંડા પાણીમાં ધોઈ અને ત્યારબાદ ઓલિવ ઓઈલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.
 • એક મોટી કઢાઈમાં 4 ચમચી ઓલિવ ઓઈલ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પેન્કો બ્રેડક્રમ્બ્સ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી શેકવું. હવે એક પ્લેટમાં કાઢી લેવું
 • કઢાઈમાં ફ્રેશ ક્રીમ અને પાર્મિસન ચીઝ નાખવુ. ત્યારબાદ પાસ્તા નાખવા અને શેકેલા પેનકો બ્રેડક્રમ્બ્સ નાખવા. થોડું મીઠું નાખવુ અને મરચું નાખવું. તેના ઉપર રિકોટા ચીઝ છીણી અને તેને ઓગળવા દેવી. રિકોટા ચીઝ ન હોય તો પણ ચાલશે.
 • હવે ગાર્લિક બ્રેડની સાથે આ ટેસ્ટી અને ક્રીમી પાસ્તા ડિશને સર્વ કરો.
X
Recipes: Make Tasty Cheesy Pop Pasta Now at Home

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી