ગલકાના ભજીયા / રેસિપીઃવરસાદમાં ઘરે બનાવો ગરમા ગરમ ગલકાના ભજીયા

Recipes: Make homemade Gilka Bhajji in the rain

Divyabhaskar.com

Aug 03, 2019, 08:02 PM IST

રેસિપી ડેસ્ક.વરસાદમાં ભજીયા ખાવાની મજા આવી જતી હોય છે. તમે બટાકા, ડુંગળી, રીંગણા, પનીર, કોબીજ વગેરેના ભજીયા ખાધા હશે પણ કોઈ દિવસ ગલકાના ભજીયા ટેસ્ટ કર્યા છે જો ન કર્યા હોય તો આજે જ બનાવો ગલકાના ભજીયા. જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે. તેને તમે ચટણી સાથે ખઈ શકો છો. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો અને સામગ્રીની પણ વધારે જરૂર નથી પડતી.

સામગ્રીઃ

 • 2 ગલકા
 • 1 વાટકી ચણાનો લોટ
 • 1 ચમચી ચોખાનો લોટ
 • 2 ચમચી ઝીણા સમારેલા મરચાં
 • 1 ચમચી વરિયાળી
 • ચમટી હિંગ
 • 1 ચમચી લાલ મરચું
 • કોથમીર
 • સ્વાદનુસાર મીઠું

બનાવવાની રીતઃ

 • સૌ પ્રથમ ગલકાની છાલ કાઢીને તેને ગોળ આકારમાં કાપવા.
 • એક તપેલીમાં ચણાનો લોટ લઈ તેમાં ચોખાનો લોટ મિક્સ કરી તેમાં સમારેલા ઝીણાં મરચાં, લાલ મરચું, હીંગ, મીઠું, કોથમીર નાખીને ખીરું તૈયાર કરી લેવું અને તેમાં એક-બે ચમચી તેલ નાખવું.
 • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
 • તેલ ગરમ થઈ જાય બાદમાં તેમાં ગલકાના પીસને ખીરામા નાખીને ભજીયા તળીવા તો તૈયાર છે ગરમા-ગરમ સ્વાદિષ્ટ ગલકામા ભજીયા તેને લીલી ચટણી સાથે સર્વ કરો. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગશે.
X
Recipes: Make homemade Gilka Bhajji in the rain

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી