રોઝમેરી ફ્રેન્ચ ફ્રાઈસ / રેસિપી:નાસ્તામાં બનાવો ટેસ્ટી અને ચટાકેદાર રોઝમેરી ફ્રેન્ચ ફ્રાઈસ

Recipes: Make breakfast tasty and crispy rosemary french fries

Divyabhaskar.com

Aug 20, 2019, 07:42 PM IST

રેસિપી ડેસ્ક. પોટેટો ફ્રાઈસ બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને પણ ભાવતી હોય છે. પરંતુ તમે રોઝમેરી અને ચીઝનો ટેસ્ટ આવે તેવી ફ્રેન્ચ ફ્રાઈસ નહીં ખાધી હોય તો. આજે ઘરે બનાવો પાર્મિઝૅન રોઝ્મરી ફ્રેન્ચ ફ્રાઈસ. તેને તમે ટોમેટો સોસ કે મેયોનીઝ સાથે ખઈ શકો છો. જેને બનાવવામાં પણ એકદમ સરળ છે.

સામગ્રી

 • 2 બટેટા
 • તેલ તળવા માટે
 • જરૂરિયાત અનુસાર કાળા મરી
 • 3 ડ્રોપ્સ ટ્રફલ ઓયલ
 • 1 ચમચી લીલી ડુંગળી
 • 1 બાફેલું બટેટું
 • સ્વાદનુસાર મીઠું
 • 1 ચમચી રોઝમેરી
 • 1 ચમચી ચીઝ
 • 2 ચમચી મેયોનીઝ
 • 1 ચમચી ધનિયા

બનાવવાની રીત

 • બટેટાની છાલ કાઢીને તેને ફિંગર ચિપ્સ શેપમાં કાપી લેવા.
 • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવું. ફિંગર ચિપ્સને 8થી 10 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં તળવી.
 • ચિપ્સ થોડી બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેલમાંથી કાઢીને એક પ્લેટમા મૂકવી.
 • હવે એક બાઉલમાં ફિંગક ચિપ્સ નાખીને તેના પર મરી પાવડર, સમારેલી રોઝમેરી, મરીના દાણા અને છીણેલું ચીઝ નાખવું.
 • બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી ત્યારબાદ થોડાક ટીપા ટ્રફલ ઓયલના નાખવા.
 • સારી રીતે મિક્સ કર્યા બાદ લીલી કોથમીર અને ડુંગળીને બાઉલમાં લઈને થોડી શેકી લેવી.
 • એક અલગ બાઉલમાં ક્રીમ, મેયોનીઝ અને ચીઝ મીક્સ કરવું. તો તૈયાર છે ફ્રાઈસ હવે તેને સોસની સાથે સર્વ કરો.
X
Recipes: Make breakfast tasty and crispy rosemary french fries
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી