ચિલી પરોઠાં / રેસિપીઃ સવારે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ ચિલી પરોઠાં

Recipes: Make breakfast in the morning Delicious Chile Parathas

Divyabhaskar.com

Aug 27, 2019, 06:04 PM IST

રેસિપી ડેસ્ક. કોઈ પણ વાનગીને થોડી અલગ બનાવવાથી તેનો સ્વાદ અનેરો આવે છે. ત્યારે નાસ્તામાં મોટાભાગનાં લોકો અવનવી વાનગી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે સવારે નાસ્તામાં પરાઠાં બનતા હોય છે. તો હવે નાસ્તામાં ટ્રાય કરો ચિલી પરોઠાં જે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને ઝડપથી બની પણ જાય છે.

સામગ્રી

 • 2 વાટકી ઘઉંનો લોટ
 • મીઠું - સ્વાદ મુજબ
 • 2 ચમચી કોથમીર-મરચાંની પેસ્ટ
 • 1 ચમચી સમારેલું આદું
 • 1 ચમચી સમારેલાં મરચાં
 • સમારેલી કોથમીર
 • 2 ચમચા તેલ

બનાવવાની રીતઃ

 • એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ મિક્સ કરો.
 • તેમાં કોથમીર-મરચાંની પેસ્ટ નાખો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેનો કણક બાંધો. તેને ઢાંકીને પંદર મિનિટ રહેવા દો.
 • ત્યારબાદ તેને ફરીથી કૂણવીને કણકમાંથી લૂઆ તૈયાર કરો. આ લૂઆને ચોરસ આકારમાં વણો.
 • બાદમાં એક બાજુએ પાણી લગાવી થોડા સમારેલા આદું, મરચાં અને કોથમીર પાથરો.
 • વેલણથી સહેજ દબાવીને ફરી વણો. હવે તેને લોઢી પર બંને બાજુએ ઘી કે માખણ લગાવીને શેકો. તો તૈયાર છે ચિલી પરોઠાં.
X
Recipes: Make breakfast in the morning Delicious Chile Parathas
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી