મેંગો ચાટ / રેસિપીઃસાંજે નાસ્તામાં બનાવો ટેસ્ટી મેંગો ચાટ

Recipes: Make breakfast for breakfast Tasty mango chat

Divyabhaskar.com

Jul 25, 2019, 06:42 PM IST


રેસિપી ડેસ્ક. જો તમને ચાટ અને કેરી બંને પસંદ હો તો આ એક ફ્યૂઝન રેસિપી છે જે તમે જરૂરથી પસંદ આવશે. આ ચાટ બનાવવા માટે તમારે કાચી કેરી ઉપરાંત ડુંગળી, ટમેટા, મમરા, સેવ અને કેટલાંક મસાલા જોઈશે. આ સ્નેક રેસિપી બનાવવામાં એકદમ સરળ છે અને તે પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે. તેમજ આ વાનગી બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર નહીં પડે અને ઝડપથી તૈયાર થઈ જશે.

સામગ્રી

 • 2 કપ મમરા
 • 500 ગ્રામ કાચી કેરી
 • અડધો કપ શેકેલી મગફળી
 • 2 ડુંગળી
 • 2 ટામેટા
 • 3 લીલા મરચાં
 • 2 બાફેલા બટેટા
 • 1 ચમચી લીંબુનો રસ
 • 1 ચમચી લાલ મરચું
 • 1 ચમચી ચાટ મસાલો
 • જરૂર મુજબ સેવ
 • કોથમીર

બનાવવાની રીત

 • ધીમા તાપે એક કઢાઈ ગરમ કરવી અને તેમાં મમરા અને મગફળીને લગભગ 5થી 10 મિનિટ શેકવી.
 • હવે એક મોટું બાઉલ લેવું અને તેમાં ઝીણી સમારેલી કાચી કેરી, બાફેલા બટાટાનો માવો, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, શેકેલી મગફળી, શેકેલા મમરાને સારી રીતે મિક્સ કરી લેવા.
 • હવે તેના પર ચાટ મસાલો, લાલ મરચું, મરી પાવડર સ્વાદનુસાર નાખવો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય.
 • તો તૈયાર છે ચાટ હવે ચાટને બાઉલમાં કાઢી તેના પર સેવ અને કોથમીર નાખી સર્વ કરો.
X
Recipes: Make breakfast for breakfast Tasty mango chat
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી