કાજુ પિસ્તા / રેસિપી:રક્ષાબંધનના દિવસે બહારથી મીઠાઈ લાવવાની જગ્યાએ ઘરે બનાવો કાજુ-પિસ્તા રોલ

Recipe:kaju-pistachio roll at home instead of bringing sweets from the outside on the day of rakshabandhan

Divyabhaskar.com

Aug 14, 2019, 07:17 PM IST

રેસિપી ડેસ્ક. આ વખતે રક્ષાબંધન અને સ્વતંત્રદિવસ એક જ દિવસે છે. એવામાં ઘરે કઈ વાનગી બનાવવી તે વિચારી રહ્યા હોય તો ઘરે જ તમે કાજૂ પિસ્તા રોલ બનાવી શકો છો. તમે રક્ષાબંધન પર બહારથી મીઠાઈ લાવવાની જરૂર પણ નહીં રહે. કાજૂ પિસ્તા રોલ બનાવવામાં એકદમ સરળ છે.

સામગ્રી:

 • 4 પિસ્તા
 • 3/4 કપ પિસ્તા પાવડર
 • 1/4 કપ ખાંડનો પાવડર
 • 3 ટીપાં ગ્રીન ફૂડ કલર
 • 1 ચમચી મિલ્ક પાવડર
 • 3 ચમચી પાણી

કાજુનો પડ બનાવવા માટે

 • 1 કપ કાજૂ
 • 1/2 કપ ખાંડનો પાવડર
 • 1/4 કપ પાણી
 • 1/8 ચમચી ઈલાયચી પાવડર
 • 1 ચમચી ઘી
 • ચાંદીનો વર્ક (ગાર્નિશ માટે)
 • કેસર- ગાર્નિશ માટે

બનાવવાની રીતઃ

 • એક કઢાઈમાં 3/4 કપ પિસ્તા પાવડર, 1/4 કપ ખાંડનો પાવડર, 3 ટીપાં ગ્રીન ફૂડ કલર અને 3 ચમચી પાણી નાખીને સારી રીતે મિક્સ કરવું.
 • ત્યારબાદ તેમાં એક ચમચી મિલ્ક પાવડર નાખીને સોફ્ટ લોટની જેમ રોલ બનાવી લેવા.
 • શુગર સિરપ બનાવવા માટે એક કઢાઈમાં ખાંડ અને જરૂર પ્રમાણે પાણી નાખીને ઉકાળવું, ત્યાસુધી ઉકાળવું જ્યાં સુધી ચાસણીમાંથી તાર ન નીકળે.
 • એક કપ કાજૂ પાવડર અને દોઢ કપ ખાંડના પાવડરને સારી રીતે મિક્સ કરી લેવો.
 • હવે તમે અડધી ચમચી ઈલાયચી પાવડર અને એક ચમચી ઘી નાખીને લોટની જેમ ચઢવા દેવું
 • પછી થોડું ઠંડું થાય એટલે એક પ્લાસ્ટીક પેપર ઉપર મસળવાનુ. હવે હાથ પર ઘી લગાવીને તેને લોટની જેમ મિશ્રણને મસળવાનું. મસળાય જાય એટલે રોલ વાળીને સહેજ વેલણ થી વણી લેવાનો.
 • ત્યારબાદ અંદર પીસ્તા વાળો રોલ મૂકી ને પછી સરસ કડક રોલ વાળી લેવાનો.
 • રોલ કર્યા બાદ તેને સાઈડમાંથી બરાબર રીતે કાપી લેવા. તો તૈયાર છે કાજૂ-પિસ્તા રોલ. રક્ષાબંધન પર સ્વાદિષ્ટ કાજૂ-પિસ્તા રોલથી બધાનું મોઢું મીઠું કરાવોય
X
Recipe:kaju-pistachio roll at home instead of bringing sweets from the outside on the day of rakshabandhan
Recipe:kaju-pistachio roll at home instead of bringing sweets from the outside on the day of rakshabandhan
Recipe:kaju-pistachio roll at home instead of bringing sweets from the outside on the day of rakshabandhan
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી