એપ્પ્લ મિલ્કશેક / રેસિપીઃ ખાસ પ્રસંગે ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી એપ્પલ મિલ્કશેક

Recipe: Make Tasty and Healthy Apple Milkshakes at Home for Special Occasions

Divyabhaskar.com

Jul 29, 2019, 06:42 PM IST

રેસિપી ડેસ્ક. સફરજનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, તેવામાં એપ્પલ મિલ્કશેક બનાવીને પીવાથી વધારે લાભ થાય છે. તે ઉપરાંત ઘરે મહેમાન આવ્યા હો તો તમે એપ્પલ મિલ્કશેક બનાવીને આપી શકો છો તેમજ કોઈ ખાસ પ્રસંગે પણ તમે એપ્પ્લ મિલ્કશેક બનાવી શકો છો, તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રી

 • 1 સફરજન
 • 2 ગ્લાસ દૂધ
 • 1 ચમચી મધ
 • 2 ચમચી દળેલી ખાંડ
 • 1 ચમચી તજ પાવડર
 • 1 ચમચી ઈલાયચી પાવડર
 • બરફના ટૂકડા
 • 3થી 4 બદામ
 • કિશમિશ
 • પિસ્તા

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલા સફરજનની છાલ કાઢીને તેના ઝીણા ટૂકડા કરી લેવા.
 • બ્લેંડરમાં સફરજન અને દૂધ નાખી સારી રીતે મિક્સ કરી લેવુ.
 • ત્યારબાદ મધ, ખાંડ, તજ અને ઈલાયચી પાવડર નાખી ફરીથી બ્લેંડરમાં મિક્સ કરવું.
 • તો તૈયાર છે એપ્પલ મિલ્ક શેક. ગ્લાસમાં કાઢીને બરફના ટૂકડા અને ડ્રાઈ ફ્રૂટ્સ નાખી ગાર્નિસ કરી સર્વ કરો.
X
Recipe: Make Tasty and Healthy Apple Milkshakes at Home for Special Occasions

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી