કેસર મલાઈ પેંડા / રેસિપી: ભગવાનને ભોગ ચઢાવવા માટે ઘરે બનાવો કેસર મલાઈ પેંડા

Recipe: Make saffron cream panda at home to offer sacrifices to God

Divyabhaskar.com

Aug 22, 2019, 08:12 PM IST

રેસિપી ડેસ્ક. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આપણે બહારથી મીઠાઈ લાવવાની જગ્યાએ ઘરે જ બનાવીએ તો તેની મજા જ કંઈક અલગ છે. તહેવારના દિવસે ભગવાનને ભોગ ચઢાવવા માટે સૌથી પહેલા પેંડા જ યાદ આવે છે.તો આ જન્માષ્ટમીએ ઘરે બનાવો કેસર મલાઈ પેંડા જે એકદમ બહારથી લાવ્યા હશો તેવા ટેસ્ટી લાગશે. જે બનાવવામાં પણ એકદમ સરળ છે.

સામગ્રીઃ

 • 100 ગ્રામ ફ્રેશ ક્રીમ
 • 1 કપ ખાંડ
 • 1 લીટર દૂધ
 • 1 ચમચી ઈલાયચી
 • 100 ગ્રામ
 • 15થી 20 કેસરના તાંતણા
 • 1 ચમચી લીંબૂનો રસ

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલા એક કઢાઈમાં દૂધ ગરમ કરવું. દૂધ ઉકળી જાય ત્યારબાદ તેમાં લીંબુંનો રસ નાખી દૂધમાંથી પનીર કાઢી લેવું
 • એક વાટકીમાં એક વાટકી દૂધમાં કેસર નાખીને તેને રાખી મૂકો
 • જ્યારે પનીર ઠંડુ થઈ જાય ત્યારબાદ કોટનના કપડામાં તેને નિચોવીને કાઢી લેવું
 • પનીર અને માવાને કઢાઈમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • બંને વસ્તુ ત્યાર સુધી શેકવી જ્યાર સુધી પનીર અને માવો કઢાઈમાં ચોટે નહીં.
 • ત્યારબાદ કેસર અને ઈલાયચી પાવડર નાખીને થોડીવાર સુધી શેકવું
 • જ્યારે મિશ્રણ રંગ પકડે ત્યારે તેમાં ખાંડ નાખીને એક વખત સારી મિશ્રણને હલાવવું.
 • મિશ્રણ ઠંડુ થાય ત્યારે હળવા હાથે પોતાની ઈચ્છા પ્રમાણે શેપ આપીને પેંડા તૈયાર કરવા. પેંડા બની ગયા બાદ તેના પર ચાંદીનું વરક લગાવવું. તો તૈયાર છે કેસર મલાઈ પેંડા.
X
Recipe: Make saffron cream panda at home to offer sacrifices to God
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી