મોતી કોરમા / રેસિપીઃ ડિનર કે લંચમાં બનાવો મોતી કોરમા

Recipe: Make pearl korma for dinner or lunch

Divyabhaskar.com

Aug 28, 2019, 12:09 PM IST

રેસિપી ડેસ્ક. તમે વેજીટેબલ કોરમા, પનીર કોરમા ખાધા હશે તો હવે અલગ રીતે બનાવો મોતી કોરમા જે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે. જેનો સ્વાદ બહાર રેસ્ટોરન્ટ જેવો આવશે. તેના માટે વધારે સમાગ્રીની જરૂર પણ નથી રહેતી. પહેલાથી બધી તૈયારી કરી લીધી હોય તો બનાવવામાં વધારે સમય નથી લાગતો. તેને તમે પરાઠાં સાથે ખાઈ શકો છો. શાનદાર અને ટેસ્ટી ડિશ તમને બધાને ભાવશે.

સામગ્રી

 • 2 વાટકી મકાઇના દાણા
 • 2 વાટકી દૂધ
 • 1 વાટકી તાજું દહીં
 • 4 ચમચી તેલ ચમચા,
 • 1 ચમચી જીરું
 • 1 નંગ તમાલપત્ર
 • ચપટી હિંગ
 • 1 ચમચી મરચું
 • 2 ચમચી ધાણા પાઉડર
 • હળદર અડધી ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • 1/2 ગરમ મસાલો
 • 2 નંગ ડુંગળીની સ્લાઇસ
 • સમારેલી કોથમીર - જરૂર મુજબ

બનાવવાની રીત :

 • મકાઇના દાણા અને દૂધને મિક્સ કરી મધ્યમ આંચે ગરમ કરો. દૂધ શોષાઇ જાય ત્યાં સુધી તેને રહેવા દો.
 • હવે બે ચમચા ગરમ તેલમાં ડુંગળીની સ્લાઇસને સાંતળો અને પછી કાઢી લો. એક બાઉલમાં દહીં, મીઠું અને બધો મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.
 • વધેલું તેલ ગરમ કરી તેમાં જીરા, હિંગ અને તમાલપત્રનો વઘાર કરો.
 • ત્યારબાદ દહીંના મિશ્રણને પણ આ વઘારમાં નાખો. મધ્યમ આંચે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. તેમાં એક વાટકી પાણી અને મીઠું નાખો. બાદમાંતેમાં
 • દૂધમાં બફાયેલા મકાઇના દાણા ભેળવીને ઢાંકી દઇ પાંચેક મિનિટ રહેવા દો.
 • તેના પર ડુંગળીની સાંતળેલી સ્લાઇસ નાખી કાઢી લો. આ મોતી કોરમાને પૂરી કે પરોઠાં સાથે સર્વ કરો.
X
Recipe: Make pearl korma for dinner or lunch
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી