ધાણાની પંજરી / રેસિપી: જન્માષ્ટમીના દિવસે ઘરે જ બનાવો ધાણાની પંજરી

Recipe: Make panjari at home on the day of Janmashtami

Divyabhaskar.com

Aug 23, 2019, 08:00 PM IST

રેસિપી ડેસ્ક. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને ભોગ ચઢાવવા માટે અનેક પ્રકારના પ્રસાદ બનાવવામાં આવે છે. તેમાંથી એક છે ધાણાની પંજરી. જેને જન્માષ્ટમીના દિવસે બધા લોકો ખાવાનું પસંદ કરે છે. ધાણાની પંજરી બનાવવી એકદમ સરળ છે. અને તેમાં સમય પણ ઓછો લાગે છે. તમે સરળતાથી તેને ઘરે બનાવી શકો છો.

સામગ્રી

 • 5 ચમચી ધાણા પાવડર
 • 3 ચમચી કોકોનેટ
 • 3 ચમચી કિશમિશ
 • 7 ચમચી દેશી ઘી
 • 3થી 4 ચમચી ખાંડ
 • 3 ચમચી બદામ
 • 3 ચમચી તજનો પાવડર

બનાવવાની રીત

 • સૌથી પહેલા એક કઢાઈમાં 4 ચમચી ઘી ગરમ કરવું. ત્યારબાદ કમળના ફૂલના બીજ અને અન્ય નટ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા
 • સારી રીતે શેકી જાય ત્યારબાદ ગેસને બંધ કરીને નટ્સને એક પ્લેટમાં ઠંડુ થવા માટે કાઢી લો.
 • કઢાઈમાં વધેલું ઘી નાખી ધાણા પાવડરને સારી રીતે શેકવો.
 • જ્યારે ધાણામાંથી સુંગધ આવે ત્યારે ગેસ બંધ કરીને શેકેલા ડ્રાઈફ્રૂટ્સને ધાણા પાવડરમાં નાખીને સારી રીતે મિક્સ કરો.
 • ડ્રાઈફ્રૂટ્સની સાથે તજનો પાવડર નાખવો
 • કૃષ્ણ ભગવાનને ભોગ ધરાવવા માટે ધાણાની પંજરીનો પ્રસાદ તૈયાર છે.
X
Recipe: Make panjari at home on the day of Janmashtami
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી