બોમ્બે મસાલા સેન્ડવિચ / રેસિપી:વરસાદની સિઝનમાં ઘરે બનાવો બોમ્બે સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવિચ

Recipe: Make homemade bombay style spice toast sandwich in the rainy season

Divyabhaskar.com

Aug 06, 2019, 08:05 PM IST

રેસિપી ડેસ્ક. સાંજના સમયે અથવા સવારે નાસ્તામાં સેન્ડવિચ ખાવાનું મોટાભાગે બધાને પસંદ હોય છે. હવે બનાવો બોમ્બે સ્ટાઈલ સેન્ડવિચ જે બનાવવામાં એકદમ સરળ છે. આ સેન્ડવિચ સ્પાઈસી હોય છે પણ તમે ઈચ્છો તો તમારા સ્વાદનુસાર મસાલાનો ઉપયોગ કરી શકો છો. બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવિચ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

સામગ્રી

 • 2 બાફેલા બટેટા
 • 1 ઝીણી સમારેલી ડુંગળી
 • 1 ઝીણું સમારેલું ટામેટુ
 • 2 લીલા મરચા
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી રાઈ
 • 1 ચમચી કોથમીર
 • ચપટી હળદર
 • ચપટી હીંગ
 • 1 ચમચી લાલ મરચું પાવડર
 • 8 સ્લાઈસ બ્રાઉન કે વ્હાઈટ બ્રેડ
 • ગોળ આકારમાં સમારેલ ડુંગળી,ટામેટુ અને કેપ્શિકમ
 • 2 ચમચી માખણ
 • 1 ચમચી ચાટ મસાલો

બનાવવાની રીતઃ

 • એક કઢાઈમાં એક ચમચો તેલ નાખી ગરમ કરી તેમાં રાઈ, જીરું અને બાદમાં ડુંગળી નાખી વઘાર કરવો
 • ત્યારબાદ સમારેલા ટામેટા નાખી ચઢવા દો. ટામેટા ચઢી જાય બાદમાં તેમાં ગ્રીન ચિલી સોસ નાખવો સ્વાદનુસાર.
 • ત્યારબાદ બધા મસાલા નાખવા અને સારી રીતે મિક્સ કરી લેવા સાથે તેમાં બાફેલા બટેટાનો માવો પણ નાખવો.
 • મીઠું નાખીને સ્ટફિંગને 5 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો.
 • મિશ્રણ ઠંડું થઈ જાય પછી સેન્ડવિચનું સ્ટફિંગ કરવું
 • ફિલિંગ કરતા પહેલા બ્રેડની કિનારી કાપી લેવી. બાદમાં તેના પર બટર લગાવવું.
 • બટર લગાવવાની સાથે ગ્રીન ચિલી અને ટોમેટો સોસ બ્રેડ પર લગાવવું
 • બટેટાનું મિશ્રણ લઈને બ્રેડ પર લગાવવું તેના ઉપર સમારેલા ટામેટા, ડુંગળી અને કેપ્શિકમ રાખવા.
 • તેના પર થોડો ચાટ મસાલો છાટવો અને ત્યારબાદ બીજી બ્રેડ લઈ કવર કરી લો.
 • હવે સારી રીતે ગ્રીલ કરી લો. ગ્રીલ થયા બાદ સેન્ડવિચ પર બટર લગાવીને સારી રીતે ફ્રાઈ કરો. તો તૈયાર છે બોમ્બે સેન્ડવિચ જેને તમે તમારી મનપસંદ ચટની
 • સાથે ખઈ શકો છો.
X
Recipe: Make homemade bombay style spice toast sandwich in the rainy season

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી