ચોકલેટ મોદક વિથ નટ્સ / રેસિપીઃ ગણેશ ચતુર્થીના દિવસે બનાવો ચોકલેટ મોદક વિથ નટ્સ

Recipe: Make Chocolate Modak with Nuts on Ganesh Chaturthi's Day

Divyabhaskar.com

Aug 31, 2019, 05:19 PM IST

રેસિપી. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે. ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકો પોતાની રીતે આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે લોકો મોદકના લાડું બનાવે છે. પણ આ વખતે ઘરે બનાવો મોદક વિથ નટ્સ. સરળતાથી બનાવી શકાય છે અને બધાને પસંદ પણ આવશે.

સામગ્રીઃ

 • 3થી 4 ચમચી ડાર્ક ચોકલેટ
 • અડધો કપ કંડેન્સ્ડ મિલ્ક
 • જરૂર પ્રમાણે રિફાઈન્ડ ઓયલ
 • અડધો કપ ફ્રેશ ક્રીમ
 • 2થી 3 ચમચી મિક્સ ટ્રાય ફ્રૂટ્સ

બનાવવાની રીતઃ

 • ​​​​​​​એક કઢાઈમાં કંડેન્સ્ડ મિલ્ક, ડાર્ક ચોકલેટ અને ફ્રેશ ક્રીમને નાખો અને 2 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો.
 • તે વાતનું ધ્યાન રાખવું દૂધ હલાવતા રહેવું, જેથી તે કઢાઈમાં ચોટે નહીં. બે મિનિટ બાદ સમારેલા બધા ડ્રાય ફ્રૂટ્સ નાખવા.
 • જ્યારે મિશ્રણ ઘટ થઈ જાય તો તેને ઠંડુ થવા માટે થોડી વાર રાખવું. મોલ્ડને તેસથી ગ્રીસ કરવાનું ન ભૂલવું. ત્યારબાદ તૈયાર મિશ્રણને મોલ્ડમાં નાખો અને સેટ થવા દો.
 • જ્યારે મોદક સેટ થઈ જાય તો તેને મોલ્ડમાંથી કાઢીને એક ટાઈટ કંટેનરમાં રાખવા. તો તૈયાર છે ચોકલેટ મોદક વિથ નટ્સ.
X
Recipe: Make Chocolate Modak with Nuts on Ganesh Chaturthi's Day
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી