હોટ ચોકલેટ ડ્રિંક્સ / રેસિપીઃ માત્ર દસ મિનિટમાં તૈયાર થશે હોટ ચોકલેટ ડ્રિંક્સ

Recipe: Hot chocolate drinks will be ready in just ten minutes

Divyabhaskar.com

Aug 04, 2019, 06:43 PM IST

રેસિપી ડેસ્ક. ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય, કોઈ પ્રસંગ હોય કે ખાસ દિવસ બધાને ચોકલેટ ભાવે છે. ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રો માટે ચોકલેટમાંથી ડ્રિંક્સ બનાવી શકો છો. હોટ ચોકલેટ ડ્રિંક્સ બનાવવામાં એકદમ સરળ છે અને સમય પણ વધારે નથી લાગતો. જે બનાવામાં પણ માત્ર દસ જ મિનિટનો સમય લાગે છે, તો હવે ઝડપની નોંધી લો હોટ ચોકલેટ ડ્રિંક્સની રેસિપી.

સામગ્રી

  • 4 કપ દૂધ
  • 100 ગ્રામ કોકો પાવડર
  • 100 ગ્રામ ચોકલેટ સોસ
  • 2 ગ્રામ વેનિલા એસેન્સ

બનાવવાની રીતઃ

  • એક તપેલીમાં દૂધ ગરમ કરવું, દૂધ ગરમ થઈ જાય બાદમાં તેમાં કોકો પાવડર નાખવો અને દૂધ હલાવતા રહેવું.
  • કોકો પાવડર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ચોકલેટ સોસ નાખવો. ખાસ ધ્યાન રાખવું કે ચોકલેટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી દૂધ હલાવતા રહેવું.
  • ચોકલેટ દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો.
  • તો તૈયાર છે હોટ ચોકલેટ હવે ગ્લાસમાં પહેલાં વેનિલા એસેન્સ નાખવું અને પછી તેમા હોટ ચોકલેટ ડ્રિંક્સ નાખવું,તો તૈયાર છે હોટ ચોકલેટ ડ્રિંક્સ એન્જોય કરો તમારા મિત્રો સાથે.
X
Recipe: Hot chocolate drinks will be ready in just ten minutes

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી