કાચા કેળાના ભજિયા / રેસિપીઃ ફટાફટ બની જશે ગરમાગરમ અને ક્રિસ્પી કાચા કેળાના ભજિયા

Recipe: Hot and crispy raw banana pakora will become instant
Recipe: Hot and crispy raw banana pakora will become instant

Divyabhaskar.com

Sep 03, 2019, 04:55 PM IST

રેસિપી ડેસ્ક. સાંજે નાસ્તામાં ગરમાગરમ ચાની સાથે ભજિયા ખાવા મળી જાય તો મજા પડી જાય. તમે પાલકના ભજિયા બટેટા અને કાંદાના ભજિયા ખાધા હશે પણ હવે ટ્રાય કરો કાચા કેળાના ભજિયા. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તેને બનાવવા માટે વધાકે સામગ્રીની જરૂર પણ નહીં પડે.

સામગ્રી

 • 4-5 નંગ કાચા કેળાં
 • 2 વાટકી ચણાનો લોટ
 • મીઠું - સ્વાદ મુજબ
 • 2 ચમચી આદું-મરચાંની પેસ્ટ
 • 1 ચમચી ગરમ મસાલો અને ચાટ મસાલો
 • 2 ચમચી લીંબુનો રસ
 • સમારેલી કોથમીર
 • 2 ચમચા, તેલ - તળવા માટે

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલાં કેળાંને છોલી તેના સહેજ જાડા પતીકાં સમારી એક તપેલીમાં કાઢો.
 • ત્યારબાદ તેમાં લીંબુનો રસ, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો. પછી તેને ઢાંકીને અડધો કલાક રહેવા દો. આ
 • દરમિયાન ચણાના લોટમાં થોડું મીઠું અને કોથમીર નાખી પાણી ભેળવી ખીરું તૈયાર કરો.
 • તેને 20થી 25 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. કેળાનાં પતીકાં કાઢીને અલગ રાખો.
 • ચણાના લોટના ખીરાને હલાવીને બારબર રીતે મિક્સ કરો. હવે દરેક મેરિનેટ થયેલા કેળાના પતીકાંને આ ખીરામાં બોળી તેના પર થોડા તલ અને કોથમીર ભભરાવો.
 • તેને મધ્યમ તાપે તળી લો. તો તૈયાર છે કેળાંના સ્પેશિયલ ભજિયાં. ચટણી સાથે સર્વ કરો.
X
Recipe: Hot and crispy raw banana pakora will become instant
Recipe: Hot and crispy raw banana pakora will become instant
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી