ડ્રાયફ્રૂટ મીઠાઈ / રેસિપીઃ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ મીઠાઈ

Recipe: Delicious dried fruit sweets

Divyabhaskar.com

Aug 26, 2019, 08:03 PM IST

રેસિપી ડેસ્ક. બહાર જેવી સ્વાદિષ્ટ મીઠાઈ ઘરે બનાવો એ પણ માત્ર 10 મિનિટમાં. ડ્રાયફ્રૂટ મીઠાઈ બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર નહીં પડે અને તે ફટાફટ બની જાય છે. ઘરે સરળતાથી તેને બનાવી શકાય છે.

સામગ્રીઃ

 • 1 કપ માવો
 • 1 કપ ખાંડ
 • 1/2 કપ પનીર
 • 2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
 • 1 ટેબલસ્પૂન પિસ્તાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
 • 1/2 ટેબલસ્પૂન એલચીનો ભૂકો
 • ઘી, એલચીના દાણા

બનાવવાની રીતઃ

 • સૌ પહેલા એક તપેલીમા દૂધ ગરમ કરવું અને ઉકળે ત્યારે તેમાં લીબુંનો રસ નાંખવો
 • ત્યારબાદ દૂધ ફાટી જાય એટલે કપડાંથી બાંધીને બરાબર પાણી કાઢી લેવુંને પનીર બનાવવું
 • હવે એક કઢાઈમાં ઘી નાખીને ગરમ થાય એટલે તેમા એલચીના દાણા નાખો, ત્યારબાદ તેમાં માવો, પનીર અને ખાંડ નાખી સારી રીતે મિશ્રણ તૈયાર કરી લેવું.
 • મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાં મિલ્ક પાવડર, બદામ-પિસ્તા, ચારોળીનો ભૂકો, અને એલચીનો ભૂકો નાખવો અને એક થાળીમાં મિશ્રણને પાથરવું અને બાદમાં તેના ચોરસ ટૂકડા કરવા. તો તૈયાર છે ડ્રાયફ્રૂટ બરફી.
X
Recipe: Delicious dried fruit sweets
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી