રેસિપી / દિવસની હેલ્ધી શરૂઆત માટે ઓટ્સ ખીર બેસ્ટ ઓપ્શન છે

Oats kheer is the best option for the day's start

Divyabhaskar.com

Jul 16, 2019, 08:16 PM IST

રેસિપી ડેસ્ક. ઉત્તર ભારતનાં ફેમસ વાનગીમાંથી એક છે ખીર. ઓટ્સ ખીર ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. જો તમે ડાયટ કરી રહ્યાં હો અને ભાત ન ખાતા હો તો તમારા માટે ઓટ્સ ખીર એકદમ બેસ્ટ ઓપ્શન છે. આ ક્રિમી ખીરને બનાવવા માટે ઓટ્સ સિવાય નટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તમે કોઈ પણ ખાસ પ્રસંગે ઓટ્સ ખીર બનાવી શકો છો.

સામગ્રી

 • અડધો કપ ઓટ્સ
 • દોઢ કપ પાણી
 • ચપટી કેસર
 • ચપટી મીઠું
 • અડધી ચમચી ઈલાયચી
 • અડધી ચમચી જાયફળનો પાવડર
 • ત્રણ ચમચી અળસી
 • ત્રણ ચમચી ઝીણી સમારેલી બદામ

બનાવવાની રીત

 • ઓટ્સને પાણીની સાથે માઈક્રોવેવમાં લગભગ બે મિનિટ સુધી ચઢવા દો. બહાર કાઢી સારી રીતે મિક્સ કરી એકવખત ફરીથી 1થી 2 મિનિટ માટે ચઢવા દો અને ઓટ્સનું ટેક્સચર સોફ્ટ અને ક્રિમિ થઈ જાય બાદમાં માઈક્રોવેવમાંથી કાઢી લો.
 • મિક્સચરમાં કેસર, ફ્લેક્સ સીડ્સ, બદામ અને ઓટ્સને ગરમ કરવા જેથી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય. હવે મિક્સચરમાં બીજા મસાલા, મીઠું, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર નાખી સારી રીતે મિક્સ કરવું.
 • હવે તેમાં પ્રમાણસર દૂધ નાખવું અને ઓટ્સને ફરીથી માઈક્રોવેવમાં 1થી 2 મિનિટ સુધી ચઢવા દો તો તૈયાર છે ગરમા ગરમ ઓટ્સ ખીર
X
Oats kheer is the best option for the day's start
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી