રેસિપી / ઘરે જ બનાવો સોફ્ટ અને સ્વાદિષ્ટ બેસનનાં ઢોકળા

Make at home a soft and fluffy dhokla

Divyabhaskar.com

Jul 12, 2019, 08:37 PM IST

રેસિપી ડેસ્ક. ઢોકળા ઘણા પ્રકારે બનાવવામાં આવે છે, જેમ કે ચણાનાં લોટ (બેસન)નાં ઢોકળા, રવા ઢોકળા, પનીર ઢોકળા, ઝટપડ ઢોકળા. બેસનના ઢોકળા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. કેમ કે બેસનના ઢોકળામાં તેલનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને તેલથી બનાવેલી વાગવીઓ ઓછી પસંદ હોય તો બેસનના ઢોકળા તમારા માટે એકમદ બેસ્ટ ઓપ્શન છે.

સામગ્રી

 • 200 ગ્રામ બેસન(ચણાનો લોટ)
 • 1/6 ચમચી હળદર
 • મીઠું સ્વાદનુસાર
 • 1 ચમચી લાલ મરચાંની પેસ્ટ
 • 1 ચમચી આદુની પેસ્ટ
 • 1 ચમચી લીંબુનો રસ
 • 3/4 ચમચી ઈનો સોલ્ટ

વઘાર કરવા માટે સામગ્રી

 • 1 ચમચી તેલ
 • 1 ચમચી રાઈ
 • 2-3 લાલ મરચાં
 • 1/4 ચમચી મીઠું
 • 1 ચમચી ખાંડ
 • 1 ચમચી લીંબુ રસ
 • 1 ચમચી કોથમીર

બનાવવાની રીત

 • ચણાના લોટને ચાળીને એક વાસણમાં કાઢી લેવો. ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને એક પાતળું ખીરુ તૈયાર કરવું
 • ખીરામાં હળદર નાખીને 20 મિનિટ સુધી ઢાકીને રાખી મુકવું
 • હવે ઢોકળા બનાવવા માટેના વાસણમાં 2 ગ્લાસ પાણી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકવું
 • બેસનના ખીરામાં લીબુંનો રસ, મીઠું, લાલ મરચાની પેસ્ટ, આદુ પેસ્ટ અને ઈનો સોલ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું
 • હવે ગરમ થયેલા પાણીમાં એક સ્ટેન્ડ મુંકવું તેના ઉપર થાળીમાં બેસનનું ખીરુ પાછરવું ત્યારબાદ ઢાંકણ ઢાંકી દેવું
 • 20 મિનિટ સુધી ઢોકળાંને ધીમા તાપે ચઢવાં દેવાં અને છરીની અણી વડે ઢોકળા ચઢી ગયા છે કે નહીં તે ચેક કરવા. ઢોકળા બરાબર બફાઈ જાય એટલે તેને શક્કરપારાનાં શેપમાં કાપી લો.
 • ઢોકળાંનો વઘાર કરવા માટે એક નાની કઢાઈમાં 2થી 3 ચમચી તેલ ગરમ કરવું
 • તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ અને લીલા મરચાં નાખવાં
 • હવે ધીમેથી અડધું કપ પાણી, મીઠું અને ખાંડ નાખી પાણીને ઊકાળવું
 • ગેસ બંધ કરીને લીબુંનો રસ નાંખવો
 • હવે ઢોકળા ઊપર વઘાર નાખવો તો તૈયાર છે તાજા બેસનના ઢોકળા.
X
Make at home a soft and fluffy dhokla

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી