રેસિપી / વરસાદની સીઝનમાં બનાવો ઓનિયન સૂપ, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

Make an onion soup in the rainy season is also beneficial for health

Divyabhaskar.com

Jul 12, 2019, 06:52 PM IST

રેસિપી ડેસ્ક. સૂપ માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે. શાકભાજીમાં અનેક પોષક ત્ત્ત્વો હોય છે જે સૂપને સ્વાદિષ્ટ બનાવે છે. સૂપ પીવાથી ઘણા ફાયદા થાય છે. આજે અમે તમને ઓનિયન સૂપની રેસિપી જણાવીશું જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ ઓનિયન સૂપ.

સામગ્રી

 • 3-4 સમારેલી ડુંગળી
 • 1 ચમચી ઝીણું સમારેલું લસણ
 • 1/4 કપ છીણેલું ચીઝ
 • 2 ચમચી તેલ
 • મીઠું સ્વાદનુસાર
 • તળેલાં બ્રેડના ટુકડા

બનાવવાની રીત

 • એક કઢાઈમાં તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને સારી રીતે ચઢવા દેવી
 • હવે તેમાં લસણ નાખીને ચમચાથી હલાવો અને 4-5 વેજીટેબલ સ્ટોક અથવા પાણી નાખીને ધીમા તાપે 8-10 મિનિટ સુધી ચઢવા દો
 • સ્વાદનુસાર મરી પાવડર અથવા મીઠું નાખવુ
 • તળેલાં બ્રેડના ટૂકડા અને છીણેલું ચીઝ ઉપર નાખવુ તો તૈયાર છે ગરમાગરમ સૂપ
X
Make an onion soup in the rainy season is also beneficial for health

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી