તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસિપી: રાજસ્થાની વેજ પિટૌરે ટિક્કા, ડાયેટ માટે પણ બેસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપી ડેસ્ક: રાજસ્થાની વેજ પિટૌરે ટિક્કા વેજિટેબલ પિટૌર કતલી તરીકે પણ ઓળખાય છે. બ્રેકફાસ્ટ હોય, ડિનર હોય કે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે આ બેસ્ટ ચોઈસ છે. પિટૌર કતલી બનાવવામાં બહુ ઓછા તેલનો ઉપયોગ થાય છે માટે ડાયેટ માટે પણ આ સારું છે. 

 

વેજ પિટૌરે ટિક્કા

 

સામગ્રી
એક કપ બેસન
એક કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
એક કપ ઝીણું સમારેલું ફ્લાવર
એક ઝીણું સમારેલું ટામેટું
ત્રણ-ચાર ટેબલસ્પૂન તેલ
બે-ત્રણ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
અડધી ચમચી હળદર
એક ચમચી જીરું
અડધી ચપટી હિંગ
અડધી ચમચી લાલ મરચું
એક ચમચી ધાણાજીરું
અડધી ચમચી આદુની પેસ્ટ
સ્વાદ અનુસાર મીઠું

 

રીત

એક મોટા બાઉલમાં બેસન લો. બેસનમાં ટોટલ લગભગ અઢી કપ પાણી નાખવું. ત્યારબાદ અંદર મીઠું, અડધી ચમચી જીરું, પા ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી હળદર, બે લીલાં મરચાં ઝીણાં સમારી, બે ટેબલસ્પૂન કોથમીર, એક કપ કેપ્સિકમ, એક કપ ફ્લાવર અને એક ટામેટું નાખી બધું જ બરાબર મિક્સ કરી લો.

હવે એક પેન ગરમ કરો અને અંદર બે ચમચી તેલ ગરમ કરો. અંદર હિંગ નાખી સાંતળો, ત્યારબાદ અંદર ખીરું નાખો. તેજ આંચ પર સતત હલાવતા રહો અને ચડવા દો. લભગગ 5 મિનિટમાં ખીરું જાડું થવા લાગશે. ત્યારબાદ ગેસની આંચ મીડિયમ કરી દો અને હલાવી-હલાવીને ચડવા દો. બીજી 5 મિનિટ ચડાવ્યા બાદ ગેસની આંચ બંધ કરી દો અને બેટરને એક પ્લેટમાં કાઢી ફેલાવી દો. સેટ થવા માટે પંખા નીચે મૂકી દો. લગભગ 10 મિનિટમાં સેટ થઈ જશે. તમારી પસંદ અનુસાર શક્કરપારાની જેમ કાપી લો.

એક પેન ગરમ કરી અંદર એક ટેબલસ્પૂન તેલ નાખી ગરમ કરો. ત્યારબાદ તેલ બધી જ બાજુ ફેલાવી અંદર પીસ ગોઠવી દો. નીચેની તરફ બ્રાઉન થવા લાગે એટાલે બધા જ પીસ પલટી દો. તેલ ઓછું લાગે તો ઉપર થોડું તેલ લગાવી દો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. દહીં કે કોઇપણ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો