તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસિપી: ટેસ્ટી અને હેલ્થી લસણના પરાઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપી ડેસ્ક: લસણના પરાઠા ખૂબજ ગુણકારી હોય છે. લસણમાં ઘણાં એન્ટિબાયોટિક હોવાથી હેલ્થને બહુ ફાયદા આપે છે. સ્વાદમાં અદભુત એવા આ પરાઠા શરદી-ખાંસી મટાડવામાં પણ મદદ કરશે. 

 

લસણના પરાઠા

 

સામગ્રી

200 ગ્રામ લસણ
બે ડુંગળી, ઝીણી સમારેલી 
250 ગ્રામ ઘઉંનો લોટ
50 મિલિગ્રામ તેલ કે ઘી
પા ચમચી હળદર
પોણી ચમચી લાલ મરચું
પોણી ચમચી ધાણાજીરું
સ્વાદ અનુસાર મીઠું
અડધી ચમચી જીરું
બે ચપટી હિંગ
બે લીલાં મરચાં, ઝીણાં સમારેલાં
અડધી ચમચી કસૂરી મેથી
પા ચમચી આમચૂર પાવડર
પા ચમચી ગરમ મસાલો
એક ટેબલસ્પૂન લીલી કોથમીર, ઝીણી સમારેલી
એક ચમચી માખણ

 

રીત

સૌપ્રથમ લસણને ફોલી લો. લસણમાં તમારા સ્વાદ અનુસાર વધઘટ કરી શકાય છે. ત્યારબાદ લસણને અધકચરું વાટી લો. ગેસ પર એક પેન ગરમ કરી બે ચમચી જેટલું તેલ નાખો. ત્યારબાદ અંદર જીરું નાખો. જીરું સંતળાઇ જાય એટલે અંદર બે ચપટી હિંગ નાખો. ત્યારબાદ અંદર લીલાં મરચાં અને ડુંગળી નાખો અને મિક્સ કરી લો. સ્લો ટુ મિડિયમ આંચ પર ડુંગળી આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી અંદર લસણ નાખો અને મિક્સ કરી લો. ત્યારબાદ લસણ અને ડુંગળીને થોડીવાર સાંતળી અંદર લાલ મરચું, ધાણાજીરું અને હળદર નાખી બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ મીઠું નાખી ફરી બધું મિક્સ કરી લો. ત્યારબાદ અંદર કસૂરી મેથી નાખી ફરી બધું જ બરાબર મિક્સ કરી લો. બધું જ બરાબર મિક્સ થઈ જાય અને સંતળાઇ જાય એટલે અંદર પા ચમચી આમચૂર પાવડર નાખો અને પા ચમચી ગરમ મસાલો નાખો અને બરાબર મિક્સ કરી દો. બધું જ બરાબર સંતળાઇ જાય અને એકદમ સરસ સુગંધ આવવા લાગે એટલે છેલ્લે ઉપર લીલી કોથમીર નાખી મિક્સ કરી દો અને ગેસની આંચ બંધ કરી દો.

 

એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો. ત્યારબાદ અંદર મીઠું અને માખણ નાખો અને બરાબર મિક્સ કરી લો. માખણની જગ્યાએ ઘી પણ નાખી શકાય છે. ત્યારબાદ ધીરે-ધીરે પાણી નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરો. લોટને 10-15 મિનિટ સેટ થવા મૂકી દો.

 

ત્યારબાદ લોટનો એક લુવો બનાવી અટામણ લઈ પાતળી રોટલી વણો. ત્યારબાદ બીજી આવી જ રોટલી વણો. ઉપર બધી જ બાજુ મસાલો ફેલાવી દો, માત્ર કિનારી ખાલી રાખવી. ત્યારબાદ કિનારી પર થોડું-થોડું પાણી લગાવી ઉપર બીજી રોટલી મૂકી કિનારીને દબાવી લો અને પેક કરી લો. ત્યારબાદ તવી ગરમ કરી શેકવો. આ પરાઠાને ઘી કે બટરથી શેકો, જેથી વધારે હેલ્ધી રહેશે. 

 

ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી લસણના પરાઠા દહીં કે રાયતા સાથે સર્વ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો