તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસિપી: વ્રત-ઉપવાસમાં બનાવો બટાકાની ટેસ્ટી જલેબી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપી ડેસ્કઃ- ફરાળી જલેબીને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તમે ઈચ્છો તો આ રેસિપીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં બનાવીને પરિવાર અને સગા-સંબંધીઓને ખવડાવી શકો છો.

ફરાળી જલેબી માટે સામગ્રી

- 250 ગ્રામ બટાકા,
- 50 ગ્રામ આરારૂટ,
- 1 કપ દૂધ,
- 250 ગ્રામ ખાંડ,
- 1 ચપટી કેસર,
- ઘી તળવા માટે।

રીત

- સૌથી પહેલા પાણીમાં ખાંડ અને કેસર ઉમેરીને એક તારની ચાસણી બનાવી લો.

- હવે બટાકાને બાફી લો. બટાકા બફાઇ જાય એટલે તેની છાલ ઉતારી મિક્સરમાં વાટી લો. તેમાં આરારૂટ પણ મિક્સ કરી દો.

- થોડું દૂધ મિક્સ કરીને જલેબીનું ઘાટ્ટું ખીરું તૈયાર કરી લો.

- જલેબીનું ખીરું એક પાતળા કપડાંમાં અથવા પ્લાસ્ટિકની બેગમાં ભરી લો. પછી તેમાં નાનકડું કાણું કરી લો જેથી જલેબી બનાવી શકાય.

- હવે ઘી ગરમ કરી જલેબીના ખીરામાંથી ગોળ-ગોળ જલેબી બનાવીને તળી લો.

- પછી તેને ચાસણીમાં નાખો. જ્યારે જલેબી ચાસણી પી લે તો તેને કાઢીને ગરમ-ગરમ સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...