તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસિપી: ગુજરાતભરમાં ફેમસ સુરતની રતાળુ કચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપી ડેસ્ક: તમે લોકોએ બટાકાની કચોરી, ડુંગળીની કચોરી, મગની દાળની કચોરી વગેરે તો ખાધી જ હશે પરંતુ હવે રતાળુ કચોરી ટ્રાય કરો. સુરતની રતાળુ કચોરી ગુજરાતભરમાં બહુ ફેમસ છે. ઉપવાસમાં પણ આ કચોરી ખવાય છે. 

 

રતાળુની કચોરી


સામગ્રી

પાંચસો ગ્રામ રતાળુ
અઢીસો ગ્રામ રાજગરાનો લોટ
અઢીસો ગ્રામ ઘી
જોઈતા પ્રમાણમાં મીઠું અને તેલ
આદુ-મરચાં
કોપરું
લાલ દ્રાક્ષ
તલ
લીંબુ

 

રીત

રતાળુને છોલી તેના નાના ટુકડા કરી થોડું ઘી મૂકી ધીમે તાપે રતાળુને ચડવા દેવું. બરાબર ચડી જાય એટલે તેને છૂંદી તેમાં મીઠું, આદુ-મરચાં, ખમણેલું કોપરું, લીંબુ, ખાંડ, લાલ દ્રાક્ષ, તલ જોઈતા પ્રમાણમાં નાંખવા અને બઘું ભેગું કરવું. રાજગરાના લોટમાં પાણી નાંખીને બાંધવો અને તેની પુરી વણવી. એમાં તૈયાર કરેલ રતાળુનો મસાલો મૂકી કચોરી બનાવવી. તે પ્રમાણે બટાકાની સૂરણની કે શક્કરિયાની કચોરી પણ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો