તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસિપી: ચટપટી ડાયટ સ્પેશિયલ ટેસ્ટી ઓટ્સ ભેળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપી ડેસ્ક: ચટપટી ભેળ હોય કે ચાટ દરેકને ભાવે છે. ડાયટ કરતા લોકો સ્પેશિયલ ઓટ્સ ભેળનો સ્વાદ માણી શકે છે. આ ભેળ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ છે.


ઓટ્સ ભેળ


સામગ્રી
1/4 કપ ક્વિક ઓટ્સ
1 કપ કોર્નફ્લેક્સ
1/4 કપ કાબુલી ચણા બાફેલા
1/2 કપ કપ બટાકા બાફેલા
1/2 કપ કાકડી સમારેલી
1/2 કપ ટામેટા સમારેલા
1 લીલું મરચું સમારેલું
1/4 ટીસ્પૂન મરી પાઉડર
1 ટીસ્પૂન લીંબુનો રસ
1/4 ટીસ્પૂન મરી પાવડર
1/2 કપ દહીં
મીઠું સ્વાદ અનુસાર
કોથમીર

 

ટોપિંગ માટે
કોથમીર ચટણી
આંબલીની ચટણી
દાડમના દાણા


રીત

સૌપ્રથમ ઓટ્સને મધ્યમ આંચે ડ્રાય ફ્રાય કરી લો. ઓટ્સ લાઇટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડા થવા દો. હવે દહીંમાં મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ સર્વ કરતી વખતે એક મોટા બાઉલમાં ઓટ્સ અને કોર્નફ્લેક્સને મિક્સ કરી લો. હવે તેમાં બધા જ શાકભાજી, બાફેલા ચણા, મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. હવે તેમાં તૈયાર કરેલું દહીં નાખીને ફરીથી એકવાર મિક્સ કરી લો. સર્વ કરતી વખતે તેના પર કોથમીરની ચટણી, આંબલી ચટણી અને દાડમના દાણા નાખીને સર્વ કરવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો