ચીન / અકસ્માતમાં બંને પગ ગુમાવનાર યુવકના પ્રેમમાં પડી યુવતી, પરિવારના વિરોધ વચ્ચે લગ્ન પણ કર્યાં, ઈમોશનલ લવસ્ટોરીએ લોકોનાં દિલ જીત્યાં

Divyabhaskar.com

Aug 17, 2019, 07:16 PM IST

આ અનોખી પ્રેમકહાની છે શી શિયાઓરાંગ અને ડૂ વેઈની. છ વર્ષ અગાઉ વેઈએ કાર અકસ્માતમાં તેના બંને પગ ગુમાવી દીધા હતા. લગભગ બે વર્ષ સુધી તે દવાખાનામાં સારવાર હેઠળ દાખલ હતા. આ ગમખ્વાર અકસ્માતના કારણે વેઈના માતાપિતા પણ તેના સુંદર ભવિષ્યની આશા ગુમાવી ચૂક્યા હતા. પરંતું ત્યાં જ વેઈના જીવનમાં શીના આવવાથી એક નવી જ આશાનો સંચાર થયો હતો. શી શિયાઓરાંગ પણ વેઈની હિંમત અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમની તેના પ્રેમમાં પડી ગઈ હતી. 2017માં પરિવારના વિરોધ વચ્ચે બંનેએ લગ્ન પણ કરી લીધાં હતાં.આ કપલનું કહેવું છે કે તેઓ ભવિષ્યનો ડર રાખીને તેમનો વર્તમાન ખરાબ કરવામાં નથી માનતાં. વેઈ પણ હવે સોશિયલ મીડિયામાં લાઈવ સ્ટ્રીમિંગ કરીને પોતાની કહાની અનેક લોકોને સંભળાવે છે. વેઈના મુખેથી દિલને સ્પર્શી જાય તેવી કહાનીઓ સાંભળીને હવે તેમની સાથે 20 લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ જોડાઈ ચૂક્યા છે. આજે આ કપલ પણ તેમના બે સંતાનો સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યું છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી