Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3459

શ્રીકૃષ્ણના પ્રેમમાં પાગલ થઈને રોહિત બન્યો રોહિણી, મૂર્તિ સાથે ધામધૂમથી લગ્ન કર્યાં હવે વિદાય થઈને વૃંદાવનમાં જશે

  • પ્રકાશન તારીખ15 May 2019
  •  

યૂપીના લખીમપુર ખીરીમાં રોહિતે રોહિણી બનીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યાં હતાં. આ અનોખા લગ્નને જોવા માટે પણ અનેક લોકો હાજર રહ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી ભગવાન શ્રીકૃષ્ણ માટે કડવા ચોથનું વ્રત રાખનાર રોહિતે જણાવ્યું હતું કે તેણે બાળપણમાં જ કૃષ્ણને પોતાના પતિ માની લીધા હતા અને તે પોતે તેની જાતને રાધા જ માનવા લાગ્યો હતો. માત્ર પાંચમું ધોરણ પાસ એવો રોહિત લોકોના ઘરે ઘરે જઈને કૃષ્ણકથા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ કાન્હાઘેલા રોહિતના લગ્ન ઘરના સભ્યોએ અક્ષય તૃતિયાના દિવસે નક્કી કરીને તેને રોહિણી બનાવી હતી. આ લગ્નમાં બધી જ વિધિઓ ઘરના જ સભ્યોએ ધામધૂમપૂર્વક નિભાવી હતી. જેમાં દાદા-દાદીએ તેનું કન્યાદાન કર્યું હતું તો સાથે જ તેનાં ભાભીએ તેના માથામાં સિંદૂર પૂર્યું હતું. શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે સાત ફેરા લીધા બાદ હવે રોહિણી વૃંદાવનમાં જઈને રહેશે.

x
રદ કરો

કલમ

TOP