ઈમોશનલ / ભારે પૂરમાંથી હેમખેમ બચાવનાર જવાનોને મહિલા પગે લાગી, મોતને નજર સામે જોયા બાદ આભાર વ્યક્ત કરતો વીડિયો વાઈરલ

Divyabhaskar.com

Aug 10, 2019, 09:23 PM IST

મહારાષ્ટ્રમાં વરસાદે પોતાનો કહેર વરસાવીને જ્યાં સામાન્ય જનજીવન પણ અસ્તવ્સ્ત કરી દીધું છે ત્યાં જ સામે દેશના બહાદુરો પણ અનેક લોકોને પૂરના પ્રકોપમાંથી બચાવવા માટે દિવસ-રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેવામાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલ સાંગલીની મહિલાનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના સાંગલીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે આર્મીના જવાનોને એક મહિલા પગે લાગી રહી છે. મહિલાની આંખોમાં પાણી છે તો ચહેરા પર મોતના મુખમાંથી બચીને પાછા આવવાની ખુશી પણ છે. મોતને નજરે ભાળી જનારી આ મહિલાનો જીવ આર્મીના જવાનોએ રેસ્ક્યુ કરીને બચાવ્યો હતો. જ્યારે આ મહિલાને બોટમાં બેસાડી ત્યારે તે આ જવાનોને ભગવાનનો દરજ્જો આપીને પગે લાગી હતી. જો કે, સામે આર્મીમેને હાથ જોડીને પગે લાગી રહેલી આ મહિલાને આવું કરતાં રોકી હતી. વીડિયોના અંતમાં પણ જોઈ શકાય છે કે તે સામે રહેલા અન્ય લોકોનો પણ હાથ જોડીને આભાર માને છે. જે રીતે આ મહિલાએ પોતાને ડૂબતાં બચાવનાર જવાનો સામે આભારની લાગણી વ્યક્ત કરી હતી તે અને જવાનોએ જીવ બચાવ્યા બાદ પણ બતાવેલી નિખાલસતા જોઈને યૂઝર્સ પણ ગદગદિત થઈ ગયા હતા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી