• Home
  • Dvb
  • Dbv
  • Woman arrested after ‘trying to rush cockpit’ on Jet2 plane

ભય / નશામાં ધૂત મહિલાએ ફ્લાઈટમાં મુસાફરો પર હુમલો કર્યો, હાઇજૅક થવાના ડરે સર્જી અફડાતફડી

Divyabhaskar.com

Jun 24, 2019, 01:21 PM IST

લંડનથી તૂર્કી જઈ રહેલી જેટ-2 એરલાઈન્સની ઈન્ટરનેશનલ ફ્લાઈટે શનિવારે 20 મિનિટમાં જ પાછું ફરવું પડ્યું હતું. હકીકતમાં વિમાનમાં નશામાં ધૂત એક મહિલા વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરીને ચીસાચીસ કરવા લાગી હતી. તેને કેબિન ક્રૂએ રોકવાનો પ્રયાસ કર્યો તો મહિલાએ તેમના પર હુમલો કર્યો. ત્યાર પછી બીજા ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોને પણ ધમકાવવા લાગી. તે ગીત ગાઈ રહેલા લોકોને મારવાની પણ વાત કરતી હતી. આ કારણસર ક્રૂ અને મુસાફરો ડરી ગયા. પાયલટને આ સ્થિતિ બેકાબૂ લાગી અને તેને વિમાનનું અપહરણ થવાની શંકા ગઈ. આ મુદ્દે તેણે એટીસીને સૂચના આપી અને તાત્કાલિક મદદ માંગી. સૂચના મળતા જ બ્રિટીશ રોયલ એરફોર્સના બે ફાઈટર જેટ એ વિમાનને ઘેરવા પહોંચી ગયા. જોકે, ફાઈટર જેટની કાર્યવાહી પહેલા જ એ મહિલાને કાબૂમાં લઈ લેવાઈ હતી.વિમાને ઉતરાણ કરતા જ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી. સસેક્સથી આ ફ્લાઈટને 45 મિનિટમાં જ તૂર્કી પહોંચાડવાની હતી, પરંતુ મુસાફરો આશરે 12 કલાક મોડા પડ્યા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી