Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3635

બોડેલીની આ વ્યક્તિની માથાની સાઈઝનું હેલ્મેટ જ નથી મળતું, પકડ્યા બાદ પોલીસ પણ મૂંઝાય કે મેમો આપવો કે નહીં?

  • પ્રકાશન તારીખ19 Sep 2019
  •  

દેશમાં જ્યાં નવા ટ્ર્રાફિક નિયમ લાગુ કરાયા બાદ નિયમોનું પાલન નહીં કરનાર અનેક લોકોની સામે કડક કાર્યવાહીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યાં જ ગુજરાતના છોટા ઉદેપુરના બોડેલીમાં એક અજીબોગરીબ મામલો સામે આવતાં જ પોલીસ પણ બે ઘડી ધરમસંકટમાં મૂકાઈ ગઈ હતી. જ્યાં આખા રાજ્યમાં લગભગ દરેક નાગરિક હેલ્મેટ પહેરીને ટૂ-વ્હિલર લઈને જ નીકળે છે ત્યાં ઝાકીર મેમણ નામની આ વ્યક્તિ બિંદાસ્ત રીતે હેલ્મેટ વગર જ પોતાનું બૂલેટ લઈને ફરતી જોવા મળે છે. સૌથી વધુ નવાઈ પમાડે એવી વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ પણ તેને પકડ્યા બાદ તેની સામે કાર્યવાહી નથી કરી શકતી. ઝાકીર માટે સમસ્યા ગણો તો સમસ્યા અને રાહત ગણો તો રાહત એ જ છે કે તેમનું માથું એટલું મોટું છે કે તેમની સાઈઝનું હેલ્મેટ જ માર્કેટમાં નથી મળતું.

જ્યારે તેઓને પહેલીવાર હેલ્મેટ વગર બાઈક ચલાવતાં પકડ્યા હતા ત્યારે જ તેમણે આ સમસ્યા ટ્રાફિક પોલીસની આગળ વર્ણવી હતી. પોલીસે પણ ત્યાં જ અનેક હેલ્મેટ ચેક કર્યાં હતાં પણ દરેક હેલ્મેટ તેમના માથા કરતાં નાની સાઈઝનાં જ નીકળ્યાં હતાં. ઝાકિરની આવી સમસ્યા જોઈને પોલીસ પણ વિમાસણમાં મૂકાઈ ગઈ હતી કે તેમને મેમો આપવો કે નહીં? બાદમાં જ્યારે ટ્રાફિક પોલીસે તેમની પાસે ડોક્યૂમેન્ટ્સ માગ્યા તો તે બધા જ કાગળિયાઓ પણ ઝાકિરની પાસે જ હતા. અંતે ભારે મથામણ બાદ પોલીસે પણ તેમને મેમો આપ્યા વગર જ જવા દીધા હતા. જો કે હેલ્મેટ વગર બાઈક ચલાવવા બદલ ઝાકિરને પણ અફસોસ થાય છે કેમ કે તેમની આ મુશ્કેલીના કારણે તેમને પોતાની સુરક્ષા મુદ્દે પણ સમાધાન કરવું પડે છે.

x
રદ કરો

કલમ

TOP