શરદપૂનમ / પૂનમના ચંદ્રની મન પર કેવી અસર થાય છે? શું કરવાથી વિદ્યાર્થીઓને ફોકસ કરવામાં મદદ મળ? નવદંપતીઓમાં રોમાન્સ કેમ વધે? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

આ દિવસે સફદ કપડાં પહેરવાથી ખૂબ જ ફાયદો થશે, ફેમિલીમાં પણ બોન્ડિંગ વધશે.

Divyabhaskar.com

Oct 12, 2019, 09:36 AM IST
વીડિયો ડેસ્કઃ આસો મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે શરદપૂર્ણિમા. શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રુમઝુમની વિદાય વચ્ચેની આ રઢિયાળી રાતનું અનેરુ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, શરદપૂનમની રાતે ચંદ્ર સોળે કળાઓથી સંપન્ન થઈને અમૃતવર્ષા કરે છે. તેથી જ તો આ રાત્રે દૂધ-પૌઆને ખુલ્લા આકાશમાં મૂકવામાં આવે છે, અને તેને પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છે. વાસ્તુની દૃષ્ટિએ પણ આ રાતડીનું ખૂબ જ મહત્ત્વ છે. વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ કહે છે કે, શરદપૂનમની રાતે દૂધપૌઆ ખાવાથી અને સફેદ વસ્ત્રો પહેરવાથી ઘણા ફાયદા થાય છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી