Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3502

ભારત સામે હાર્યા બાદ મેદાન પર જ પાક. ફેન્સે સરફરાઝની ફજેતી કરી, જાડિયો...જાડિયો કહીને ફિટનેસને વખોડી

  • પ્રકાશન તારીખ19 Jun 2019
  •  

ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડકપની મેચમાં ભારત તરફથી મળેલી હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓને ચાહકો અને દેશના પૂર્વ ક્રિકેટરોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન મીડિયા પણ આ હારનું કારણ પાકિસ્તાનની ટીમમાં ખેલાડીઓની જૂથબાજી અને સરફરાઝ સાથેની નારાજગીને ગણાવી રહ્યું છે તેવામાં સરફરાઝ અહમદની માઠી દશા બેઠી હોય વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જ તેમના કેપ્ટન સરફરાઝની ફિટનેસની મજાક ઉડાવે છે. ભારત સામે 89 રનોથી ભૂંડી રીતે હાર્યા બાદ જ્યારે સરફરાઝ પીચ પર ઉભો હતો ત્યારે તેને જોઈને ફેન્સનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ લોકોએ તેને જાડિયો જાડિયો કહીને તો ચીડવ્યો જ હતો સાથે જ પહેલી બેટિંગ કેમ ના લીધી તે વાત પર પણ ફજેતી કરી હતી. એક ફેને તો ત્યાં સુધી કહી દીધું હતું કે સરફરાઝે તો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પણ સલાહ નથી માની તો આપણી તો શું માનવાનો હતો.

x
રદ કરો
TOP