Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-60

મારી જે કંઈ પરિસ્થિતિ થઈ તે પેરેન્ટ્સને કારણે થઈઃ નિત્યાનંદિતા, સેવિકાએ કહ્યું-આ તેમનો પારિવારિક ઝઘડો

  • પ્રકાશન તારીખ18 Nov 2019
  •  

અમદાવાદ: હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુમ યુવતીના પિતા જનાર્દન શર્માએ આશ્રમની સેવિકા પ્રાણ પ્રિયા પર કરેલા આક્ષેપો મામલે પ્રાણ પ્રિયાએ જણાવ્યું કે, આ તેમનો પારિવારિક ઝઘડો છે, જેમાં આશ્રમને બદનામ કરવાની કોઈ જરૂર નથી. સ્વામીએ આજે સવારે જ જણાવ્યું કે જે કોઈ બાળકને જવું હોય તેને જવા દો. જ્યારે પોતાની સામે થયેલી ફરિયાદ અંગે જણાવ્યું કે અમે કાયદાકીય લડાઈ લડીશું. જ્યારે કથિત રીતે ગુમ નિત્યાનંદિતાએ કહ્યું મારી જે કંઈ પરિસ્થિતિ થઈ છે તે મારા માતા-પિતાને કારણે થઈ છે.

બંને યુવતીઓ ક્યાં છે તે જણાવી શકીએ નહીં: આશ્રમ સંચાલકો
જ્યારે આશ્રમના સંચાલોકો કહ્યું કે, બંને યુવતીઓ ક્યાં છે તે જણાવવું આશ્રમના વિરૂદ્ધમાં હોવાથી અમે જણાવી શકીશું નહીં. આશ્રમમાં હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવે છે, અહીં કોઈને જબરજસ્તી રાખવામાં આવતા નથી.
બંને યુવતીઓ પરિપકવ છે, તે પોતાની મરજીની મલિક છે.

જગદીશે મને શારીરિક રીતે પ્રતાડિત કરી છેઃ નિત્યાનંદિતા
જ્યારે કથિત રીતે ગુમ યુવતી નિત્યાનંદિતાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, હું માતા-પિતાથી ભાગતી ફરતી નથી. મારા પિતાએ નાણાકીય છેતરપિંડી કરી છે. હું મારા માતા-પિતાથી ડરી ગઈ હોવાથી ભાગી ગઈ છું .મારી માતાનું જગદીશ નામના શખ્સ સાથે અફેર છે, જગદીશે મને શારીરિક રીતે પ્રતાડિત કરી છે. અમદાવાદ શહેર ખૂબ જ સુંદર હોવાથી હું અહીં આવી હતી. આશ્રમ ખૂબ જાણીતો છે અને અમને ગુજરાતમાં તકો મળે છે. મેં હેરસમેન્ટનો કોઈ વીડિયો બનાવ્યો નથી. જગદીશે મારી સાથે હેરસમેન્ટ કર્યું હોવાની જ્યારે મેં મારી માતાને વાત કરી તો મારી માતાએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી. મારી જે કંઈ પરિસ્થિતિ થઈ તે મારા માતા-પિતાને કારણે થઈ છે એ હું જાણું છું.

સમગ્ર કેસમાં આક્ષેપાત્મક ફરિયાદ છેઃ ડીવાયએસપી
આ સમગ્ર મામલે Dysp એસ.એચ. સરાડાએ જણાવ્યું કે, આશ્રમ વિરુદ્ધ જે કોઈ ફરિયાદ દાખલ થઈ છે, તથ્યો, હકીકતો અને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર કેસમાં આક્ષેપાત્મક ફરિયાદ છે, ફરિયાદની તપાસના અંતે જે કોઈ દોષિત પુરવાર થશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

મારી નાની બહેને તમામ નિર્ણય મને પૂછીને લીધા છેઃ લોપામુદ્રા ઉર્ફે તત્વા પ્રિયા
જ્યારે જનાર્દન શર્માની મોટી દીકરી લોપામુદ્રા ઉર્ફે તત્વા પ્રિયાએ મીડિયા સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, આશ્રમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેની નાની બહેન નિત્યાનંદિતા અંગે કહ્યું કે અમારી મરજીથી બહાર છીએ. મારી નાની બહેને તમામ નિર્ણય મને પૂછીને લીધા છે, આશ્રમ સાથે રહેવું કે માતા-પિતાના દબાણમાં આવી તેમની સાથે જવું. મેં જ તેને કહ્યું હતું કે સ્વામીજીના આશિર્વાદ આપણી સાથે છે. અમે હિન્દુત્વનો માર્ગ પસંદ કર્યો છે અમારી ઉંમરના અનેક લોકો ખરાબ લતે ચડતા હોય છે, ત્યારે અમે હિન્દુત્વના માર્ગે છીએ. હું 14 વર્ષ ની હતી ત્યારે આશ્રમ સાથે જોડાઈ હતી. હું 6 વર્ષથી આશ્રમ સાથે જોડાયેલી છું. મારા પિતાએ કૌભાંડ કર્યું તેની સામે આશ્રમ પગલા લેશે.

આશ્રમ અને સંચાલકો ઉપરના આક્ષેપો પાયા વિહોણાઃ વકીલ
તેમજ આશ્રમના વકીલ નીતિન ગાંધીએ જણાવ્યું કે, આશ્રમ અને સંચાલકો ઉપર જે આક્ષેપો થયા તે તમામ પાયા વિહોણા છે. જે કોઈ સેક્શન મુજબ ગુનો નોંધાયો તેના વિરુદ્ધમાં અમે અમારી પણ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવીશું. ફરિયાદી વિરુદ્ધ ભૂતકાળમાં જે આક્ષેપો થયા છે તેની હકીકત અને વાસ્તવિકતા તપાસીને જરૂર જણાશે તો કાર્યવાહી કરીશું. આવનારા સમયમાં અમારા વિરુદ્ધ જેમને ફરિયાદ દાખલ કરી છે, તે સાચી સાબિત નહીં થાય તો માનહાનિનો દાવો પણ કરીશું. ગુમ થયેલી યુવતીઓ બાબતે ફરિયાદી પક્ષ હેબિયસ કોપર્સ દાખલ કરશે તો અમે પણ કાયદાકીય લડત આપીશું, કારણકે આશ્રમની બંને યુવતીઓ પુખ્ત વયની છે.

આશ્રમના લોકોએ ધમકી આપી કે તમારા દીકરી તરફથી કેસ કરાવીશું: યુવતીના પિતા
પત્નીના ચારિત્ર્ય વિશે પૂછતા યુવતીના જનાર્દન શર્મા પિતાએ જણાવ્યું હતું કે, કોઈ સન્માનિત વ્યક્તિને નીચા દેખાડવા માટે લોકો એવા આરોપ લગાવતા હોય છે. બ્રેઈન વોશ નથી વશીકરણ છે. બેંગ્લુરુના બાળકોનું અમદાવાદમાં ગુરુકુળ ખોલવાની શું જરૂર?. એક મહિનાથી દીકરીને મળવા પ્રયાસ કરી રહ્યો છું.આશ્રમના લોકોએ ધમકી આપી કે તમારા દીકરી તરફથી કેસ કરાવીશું. મને દીકરી સાથે કેમ મળવા દેતા નથી, એ હજુ સુધી સમજાતું નથી. અંદર કંઈક બહુ જ ખતરનાક છે. મારી દીકરીને મળવા માટે હેબિયસ કોર્પસ દાખલ કરી છે.

x
રદ કરો

કલમ

TOP