Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3787

ભાઈની સાળીને રાત્રે સંતાઈ સંતાઈને મળવું ભારે પડ્યું, યુવતીના ભાઈએ આખી રાત ઘરમાં પૂરી રાખ્યો તો સવારે ગામલોકોએ લગ્ન કરાવ્યાં

  • પ્રકાશન તારીખ19 Nov 2019
  •  

બિહારના શેખપુરા પાસે આવેલા ઘાટકુસુમ્ભામાં યુવકને રોજ રાત્રે યુવતીને મળવા જવાનું મોંઘું પડ્યું હતું. ગામવાળાઓએ પ્રેમીપંખીડાને પકડીને જાહેરમાં જ પરણાવી દીધાં હતાં. આ યુવક -યુવતીની રોજ સંતાઈ સંતાઈને મળતાં હોવાની જાણ યુવતીના ભાઈને થઈ જતાં તેણે રવિવારે રાત્રે બંનેને રંગે હાથે પકડ્યાં હતાં. પ્રેમિકાના ભાઈએ બંનેને રાત્રે એક રૂમમાં જોઈને તરત જ દરવાજો બંધ કરી દીધો હતો. આખી રાત આ રીતે ઘરમાં પૂરી રાખ્યા બાદ તેણે સોમવારે સવારે ગામવાળાઓને ભેગા કર્યા હતા. વાત ગામમાં ફેલાતાં જોતજોતામાં તો આ લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થવા લાગ્યા હતા.


અંતે આખો મામલો પંચ આગળ જતાં જ તેમણે ગામને આ કવિતા અને ઈંદલ નામના આ પ્રેમી પ્રેમિકાને પરણાવી દેવાનો ચૂકાદો આપ્યો હતો. યુવકે શરૂઆતમાં કરેલી આજીજી પણ ગામવાળાઓના પણ શામ, દામ અને દંડના જોર આગળ નહોતી ચાલી. યુવક તેની પ્રેમિકાના માથામાં સિંદૂર ભરતો હોય અને ગળામાં મંગળસૂત્ર પહેરાવતો હોય તેના વીડિયોઝ પણ લોકોએ વાઈરલ કર્યા હતા. જો કે, એ વાત પણ સામે આવી હતી કે યુવકના ઘરવાળાઓને આ લગ્ન મંજૂર નહોતાં તો પણ તે સંતાઈ સંતાઈને મળવા આવતો હતો. લગ્ન થઈ ગયા બાદ યુવકે પણ ગામ વચ્ચે વચન આપ્યું હતું કે તે હવે આ યુવતીને સુખી રાખવા માટે શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરશે.

x
રદ કરો

કલમ

TOP