Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3612

પાણીપતમાં માત્ર 70 સેકન્ડમાં જ થર્મલ પાવરના 344 ફૂટ ઊંચા ત્રણ ટાવર ધ્વસ્ત થયા, 50 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરાયો

  • પ્રકાશન તારીખ26 Aug 2019
  •  

હરિયાણાના પાણીપતમાં આવેલા આ થર્મલ સ્ટેશનના 105 મીટર એટલે કે 344 ફૂટ ઉંચા ત્રણ કૂલિંગ ટાવરને રવિવારે તોડી પાડવામાં આવ્યા હતા. આ કૂલિંગ ટાવરને તોડી પાડવા માટે તેમાં 50 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તોડવાનું કારણ હતું જૂની થઈ ગયેલી ટેકનિક, જેના કારણે આ આખું યૂનિટ જ બંધ થઈ ગયું હતું. અંતે રવિવારે આ ટાવરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માત્ર સેકન્ડમાં જ આ ત્રણેય કૂલિંગ ટાવર જમીનદોસ્ત થઈ ગયા હતા. 2015થી જ આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પહેલાં 5 ઓગસ્ટે થર્મલ પાવરના અન્ય એક યૂનિટને પણ ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. તેના પછી રવિવારે આ ત્રણ ટાવર પણ તોડીને કુલ ચાર ટાવરનો ભંગાર મુંબઈની એક કંપનીને 170 કરોડમાં વેચવામાં આવ્યો હતો. આખી ઘટનામાં સામે એક ચોંકાવનારી હકિકત પણ સામે આવી હતી. જ્યારે 1979માં આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે ત્યાં વસતા 402 પરિવારોને અન્ય સ્થળે વસાહત સ્થાપી આપવાનો વાયદો કરાયો હતો. જે આજે 40 વર્ષ બાદ પણ આ સરકારી વચન અધૂરું જ હોવાનું સામે આવ્યું હતું.

x
રદ કરો

કલમ

TOP