• Home
  • Dvb
  • Dbv
  • This exercise will keep the baby fit, the diseases will also be run away, the easy way to teach By khetashibhai from Veraval.

હેલ્થ / આ કસરતથી બાળક ફિટ રહેશે, બીમારીઓ પણ દૂર ભાગશે, વેરાવળના ખેતસીભાઈએ શીખવી આસાન રીત

Divyabhaskar.co.in

May 11, 2019, 06:09 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ બાળકોની તંદુરસ્તી માટે એક સરસ વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈના મતે બાળકો ઘરની શોભાની સાથે દેશનું ભવિષ્ય છે, એમને લાડની સાથેસાથે સંસ્કારની પણ એટલી જ જરૂર છે. ખેતસીભાઈ કહે છે કે, બાળકોને નાની ઉંમરથી જ કસરત રૂપી સંસ્કાર આપવા જોઈએ. આ માટે તેમણે બાળકો કરી શકે તેવી કસરતો પણ કરીને બતાવી છે. બાળકો આ સામાન્ય કસરતો ઘરે જ કરી શકે છે. આવી કસરતો કરવાથી બાળક ફિટ રહે છે અને તેનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે. આવી કસરતો કરવાથી બાળક માનસિક રીતે પણ મજબૂત બને છે અને બીમારીઓથી દૂર રહે છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી