Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3811

સરકારી શાળાના મધ્યાહન ભોજનની બેજોડ રેસિપી, 3 લિટર દૂધમાંથી બનાવે છે 300 બાળકોની ખીર

  • પ્રકાશન તારીખ11 Dec 2019
  •  
ઉત્તર પ્રદેશનો એક વીડિયો વાઈરલ થતાં જ સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં ચાલતી લાલિયાવાડી પણ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ મુઝફ્ફરનગરમાં મિડ-ડે મીલમાં મરેલો ઉંદર મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા ત્યાં જ હવે સહારનપુરનો પણ બીજો વીડિયો સામે આવતાં જ તંત્ર સામે સવાલો પેદા થયા છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે સરકારી શાળામાં ખીર બનાવવાની રેસિપી કેવી છે. રોજ ત્રણસો બાળકો માટે બનતી આ ખીરમાં વાપરવામાં આવેલી સામગ્રીની વાત કરીએ તો 3 લિટર દૂધ, 2 કિલો ચોખા અને 3 ડોલ પાણી લઈને તેને ત્યાં કામ કરતી મહિલાઓ બનાવે છે. સહારનપુર પાસે આવેલા સરસાવા ક્ષેત્રમાં આવેલી સરકારી શાળાનો આ વીડિયો હોવાનું સામે આવ્યું હતં. આ ઘટના બાદ ઉહાપોહ થતાં જ બેઝિક શિક્ષણ અધિકારીએ તો એવું પણ કહ્યું હતું કે શાળાના મેન્યૂમાં જ ખીર નથી તો બનાવવાનો સવાલ જ પેદા થતો નથી. વીડિયો વાઈરલ થયા બાદ આ ઘટના સહારનપુર કલેક્ટરના ધ્યાને આવતાં જ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.
x
રદ કરો

કલમ

TOP