Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3509

ઘાયલ થયેલા રખડતા શ્વાને મેડિકલમાં જઈને મહિલાને પગની ઈજા બતાવી, અબોલ જીવનું દર્દ જાણીને કરેલી સારવારે યૂઝર્સના દિલ જીત્યા

  • પ્રકાશન તારીખ24 Jun 2019
  •  

શ્વાન કદાચ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં માણસ કરતાં વધુ આગળ હોય છે, આ વાતને આપણે આ વીડિયો દ્વારા સારી રીતે સમજી શકીશું. ઈસ્તંબુલમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચેલા રખડતા શ્વાનની સારવાર કરીને ત્યાં ફરજ નિભાવતી મહિલાને લોકોએ વખાણી હતી. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોઈ શકાય છે કે પગમાં થયેલી ઈજાનું દર્દ સહન ના થતાં શ્વાન સારવારની આશા રાખીને મેડિકલમાં ઘૂસી જાય છે. બાનુ સેંગીઝે નામની આ મહિલા પણ તેની હાલત જોઈને તેની સામે બેસે છે. તરત જ દર્દથી કણસતો આ શ્વાન પણ તેના પગનો ઈજાગ્રસ્ત પંજો તેના હાથમાં મૂકી દે છે. મહિલાએ આ અબોલ જીવના ઘાયલ પગનું ડ્રેસિંગ કરીને સારવાર કરી હતી. જેવી આ શ્વાનને પગમાં દર્દની રાહત થઈ કે તરત જ તે ત્યાં જ આળોટવા લાગ્યો હતો. આ અડૉરબલ વીડિયો જોઈને લોકોએ પહેલાં તો શ્વાનની સમજશક્તિનાં વખાણ કર્યાં હતાં. લોકલ મીડિયા સાથે વાત કરતાં બાનુ સેંગીઝે જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ એટલી પણ સદ્ધર નથી કે તે શ્વાનને અડોપ્ટ કરીને તેમનું પાલનપોષણ કરી શકે. પણ અબોલ જીવો પ્રત્યે તેને અનુકંપા હોવાથી આ સ્ટોરની બહાર જ આ રખડતા શ્વાનોને રહેવા માટે વ્યવસ્થા કરી છે.

x
રદ કરો

કલમ

TOP