• Home
  • Dvb
  • Dbv
  • The doctor pulled the urine from the pipe to the patient's mouth to save the life of the patient, after watching the video of such treatment for 37 minutes, the users called the hero.

દેવદૂત / દર્દીનો જીવ બચાવવા ડૉક્ટરે પાઈપથી યૂરિન મોંઢામાં ખેંચીને કાઢ્યું, 37 મિનિટ સુધી આવી રીતે કરેલી સારવારનો વીડિયો જોઈને યૂઝર્સે હીરો કહ્યા

Divyabhaskar.com

Nov 23, 2019, 03:46 PM IST


ડૉક્ટરને આપણે ભગવાન પછી બીજા નંબરનો દરજ્જો આપ્યો છે. કેટલાક કિસ્સાઓમાં તો આપણે કલ્પના પણ ના કરી હોય તે રીતે દર્દીઓ માટે તેઓ દેવદૂત બનીને જીવ બચાવવા માટે હાજર થઈ જાય છે. આવી જ એક ઘટના ગુઆંગઝુથી ન્યૂ યોર્ક જઈ રહેલી ફ્લાઈટમાં સામે આવી હતી, જેમાં સવાર બે ડોક્ટર્સે પેશાબ નહીં કરી શકનાર આધેડનું યૂરિન મોંઢાથી ખેંચીને તેમનો જીવ બચાવ્યો હતો. સોશિયલ મીડિયામાં ડોક્ટરની આ સારવારનો વીડિયો સામે આવતાં જ યૂઝર્સે તેમને હીરો કહીને વખાણ્યા હતા. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક આધેડને અચાનક જ યૂરિન નહીં થવાની સમસ્યા પેદા થઈ હતી જેના કારણે પ્રવાહીનો બધો ભરાવો તેમના પિત્તાશયમાં થવા લાગ્યો હતો. અચાનક જ તેમની તબિયત લથડતાં જ આ ઈમરજન્સીની જાણ પ્લેનમાં સવાર બે ડોક્ટર્સને થતાં જ તેઓ સારવાર કરવા સામે આવ્યા હતા.

પેશન્ટનો જીવ જોખમમાં ના મૂકાય તે માટે ત્યાં હાજર હોય તેવા સાધનો દ્વારા સફળતાપૂર્વક સારવાર કરનાર ઝેંગ હોંગની કુનેહને પણ યૂઝર્સે સલામ કરી હતી. જો તેમણે આ આધેડ પેશન્ટનું યૂરિન આ રીતે પાઈપથી ખેંચીને બહાર ના નીકાળ્યું હોત તો તેમના મૂત્રાશયમાં પણ ખરાબી પેદા થઈ શકતી હતી. ટાંચા સાધનો વચ્ચે ડોક્ટરે આપેલી આ પ્રાથમિક સારવાર પણ અંદાજે 37 મિનિટ સુધી ચાલી હતી જેમાં તેમણે અંદાજે 700 થી 800 એમએલ જેટલું પ્રવાહી એટલે કે યૂરિન ખેંચ્યું હતું. ઝેંગ હોંગના કહેવા પ્રમાણે જો તેમણે આવી રીતે સારવાર ના કરી હોત તો કદાચ પેશન્ટનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકતો હતો. એક ડોક્ટર તરીકે તેમની પહેલી ફરજ એ હતી કે જે પણ વસ્તુઓ ત્યાં હાજર હતી તેનો ઉપયોગ કરીને સૌ પ્રથમ તો તેમનું યૂરિન બહાર નીકાળવું. જેમાં તેમણે સફળતા મેળવી આધેડનો જીવ બચાવ્યો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી