Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3454

શરીરમાં તાજગી માટે રાઈના તેલનો પ્રયોગ કરો, ખરાબ બેક્ટેરિયા સાફ થશે, રોગ પણ ભાગશે

  • પ્રકાશન તારીખ12 May 2019
  •  

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ભોજનના છ રસ અંગેનો ખૂબ જ ઉપયોગી થાય એવો વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આજે ટ્રેન્ડ સાવ બદલાઈ ગયો છે. યંગસ્ટર્સનો ફાસ્ટફૂડ પ્રત્યેનો ઝૂકાવ સતત વધી રહ્યો છે. એવા સમયે છ રસનું બેલેન્સ ન રહતાં વારંવાર નાની-મોટી બીમારીઓ થયા કરે છે. આમાંથી બચવા માટે ખેતસીભાઈ એક સરસ પ્રયોગ સમજાવે છે. તેઓ કહે છે કે, રોજ રાત્રે સૂતી વખતે રાઈના તેલના 5-10 ટીપાં દૂંટીમાં નાખવા જોઈએ. સાથે જ હથેળીમાં તેલ લઈ બન્ને પગના તળિયામાં હળવેથી ઘસવું જોઈએ. આમ કરવાથી શરીરને જરૂરી તમામ છ રસ સમાંતર થઈ જશે. શરીરની અંદરના ખરાબ બેક્ટેરિયા સાફ થવાથી શરીરમાં તાજગી આવશે અને રોગથી દૂર રહેશે.

x
રદ કરો

કલમ

TOP