યોગા / સૂર્યનમસ્કાર વજન ઘટાડવાની સાથે જ સ્કીન, હેરને પણ લાભ કરશે, ગીની શાહ પાસેથી શીખો યોગા

Divyabhaskar.co.in

May 27, 2019, 12:54 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. આજે અમે તમને જણાવીશું કે યોગામાં સૂર્યનમસ્કારનું કેટલું મહત્ત્વ છે. સૂર્યનમસ્કાર 5 વર્ષથી દરેક ઉંમરની વ્યક્તિ માટે ફાયદાકારક છે. જો કે ઢીંચણ, ખભા કે અન્ય કોઈ ઈજા હોય તો યોગા એક્સપર્ટની દેખરેખ હેઠળ સૂર્યનમસ્કાર કરવા હિતાવહ છે. તો જોઈ લો યોગા એક્સપર્ટ ગીની શાહ પાસેથી સૂર્યનમસ્કાર કેમ કરવા અને શું ધ્યાન રાખવું એ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી