Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3591

વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ભારે વરસાદ વચ્ચે પણ રાષ્ટ્રગીત ના રોક્યું, ચીફ ગેસ્ટ પલળવાની બીકે રવાના થતાં ટ્રોલ થયા

  • પ્રકાશન તારીખ16 Aug 2019
  •  

15 ઓગસ્ટને ગુરુવારે દેશભરમાં 73મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ભલે વરસાદે કહેર વર્તાવ્યો હોય પણ દેશવાસીઓમાં સ્વતંત્રતા દિવસના સેલિબ્રેશનમાં સહેજ પણ ઓટ આવી નહોતી. આ બધાની વચ્ચે કર્ણાટકના મેંગાલુરૂમાં આવેલી એક સરકારી શાળાના સ્ટૂડેન્ટ્સે જે રીતે ધ્વજવંદન કર્યું હતું તે જોઈને અનેક યૂઝર્સે તેમને સલામી આપી હતી.

મૂડિપુ પાસે આવેલા સંબાર થોટમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પણ 73મા સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા ચીફ ગેસ્ટે પણ વરસાદમાં રાષ્ટ્રધ્વજ તો ફરકાવ્યો હતો પણ જેવો તેમાં વધારો થયો કે તરત જ તેઓ ચાલુ રાષ્ટ્રગાને જ સુરક્ષિત સ્થળે જવા ભાગ્યા હતા. જો કે, રાષ્ટ્રગીતનું મહત્વ જાણતા શાળાના ત્રણ શિક્ષકો અને બાળકોએ ત્યાં જ વરસાદમાં પલળતાં પલળતાં પણ તેનું ગાન ચાલુ રાખ્યું હતું. બાળકો પણ નેશનલ એન્થમનું ગાન પૂર્ણ થયું ત્યારબાદ જ શાળાઓના ઓરડા તરફ દોડ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને યૂઝર્સે પણ સ્ટાફ અને વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા તો સાથે જ મુખ્ય મહેમાનને પણ આવી રીતે અધવચ્ચેથી આશરો શોધવા માટે ભાગી જવા બદલ આડેહાથ લીધા હતા.

x
રદ કરો

કલમ

TOP