Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3707

અયોધ્યા ચૂકાદા વિરુદ્ધ મુસ્લિમ પક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરશે, આવતીકાલે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થશે

  • પ્રકાશન તારીખ17 Nov 2019
  •  
વીડિયો ડેસ્કઃ અયોધ્યા ચૂકાદા વિરુદ્ધ મુસ્લિમ પક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરશે. લખનઉમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ બોર્ડ તરફથી પ્રવક્તા સૈયદ કાસીમ રસુલે કહ્યું હતું કે, મસ્જિદની જમીન શરિયતના નિયમ પ્રમાણે ટ્રાન્સફર પણ નથી થઇ શકતી અને એક્સચેન્જ પણ નથી થઇ શકતી. આવતીકાલે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થશે. શિયાળુ સત્રના એક દિવસ પહેલાં મળેલી બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંસદનું સૌથી મહત્વનું કામ એ ચર્ચા કરવાનું છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બેઠકમાં કહ્યું કે અગામી સંસદ સત્ર દરમિયાન આર્થિક મંદી, રોજગારીની અછત અને ખેડૂતોની સમસ્યાઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અવશ્ય ચર્ચાઓ થવી જોઈએ.
x
રદ કરો

કલમ

TOP