Speed News @ 9 AM / મહારાષ્ટ્રમાં શપથવિધિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ગુજરાતના ખેડૂતો માટે 3,795 કરોડનું પેકેજ જાહેર

Divyabhaskar.com

Nov 24, 2019, 09:13 AM IST
વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રમાં CM ફડણવીસની શપથવિધિનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ મામલે શિવસેના, NCP અને કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજ્યપાલના આદેશના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે. રાતોરાત રાજરમત રમાતા ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ગુજરાતના ખેડૂતો માટે 3,795 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે, રાજ્યના તમામ 56.36 લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે. કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું નથી તેને પણ સહાય અપાશે. આ માટે 2154 કરોડ કેન્દ્ર સરકાર જ્યારે 1641 કરોડ રાજ્ય સરકાર આપશે. આ સહાય પાકવીમા ઉપરાંતની હશે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી