Speed News @ 9 AM / ભારતે અગ્નિ-2 મિસાઈલનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું, અયોધ્યા ચૂકાદા પર મુસ્લિમ પક્ષ પુનઃવિચાર અરજી દાખલ કરી શકે છે

Divyabhaskar.com

Nov 17, 2019, 09:22 AM IST
વીડિયો ડેસ્કઃ ભારતે ચીન સુધી હુમલો કરી શકે તેવી અગ્નિ-2 મિસાઈલનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે. અગ્નિ 2 મિસાઇલનું ઓડિશાના બાલાસોર ખાતે આ પરીક્ષણ કરાયું હતું. આ મિસાઈલ ન્યુક્લીયર વિસ્ફોટક લઈ જવા સક્ષમ છે અને તેની મારક ક્ષમતા જરૂર પડે તો 2000 કિમીથી વધારી 3000 કિમી કરી શકાય છે. એટલું જ નહીં રાત્રે પણ અચૂક નિશાન સાધી શકે છે. અયોધ્યા ચૂકાદા પર મુસ્લિમ પક્ષ પુનઃવિચાર અરજી દાખલ કરી શકે છે. મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ સ્થિત ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારૂલ નદવાતુલ ઉલેમામાં થયેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી