Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3450

માઉન્ટ એવરેસ્ટ પર 6331 મીટરની ઉંચાઈએ રગ્બી રમ્યા, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

  • પ્રકાશન તારીખ11 May 2019
  •  

કાઠમંડૂ: દુનિયાના સૌથી ઉંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટ પર ખેલાડીઓ રગ્બી મેચ રમ્યા હતા. 6331 મીટર એટલે કે 20 હજાર 771 ફૂટની હાઈટ પર આ ચેરિટી મેચ રમવામાં આવી હતી. આ મેચ ઈસ્ટ રોંગબુક ગ્લેશિયર પર રમવામાં આવી હતી. આટલી ઉંચાઈ પર કોઈ રમત રમાઈ હોય તેવું પહેલીવાર જ બન્યું હતું. જેના કારણે આ મેચ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. વૂડન સ્પૂન નામના એનજીઓનો મેચનું આયોજન કરવાનો મુખ્ય હેતુ નાણાકીય ભંડોળ મેળવવાનો હતો. આ સંસ્થા વિકલાંગ બાળકોને સ્પોર્ટ્સની પ્રવૃતિ કરાવે છે. આ મેચ દ્વારા તેમણે 2 લાખ 50 હજાર પાઉન્ડ એટલે કે અંદાજે 2 કરોડ 27 લાખ રૂપિયા એકઠા થયા હતા. એક ટીમમાં સાત ખેલાડી હતા. જો કે જ્યારે આ ખેલાડીઓ મેચ રમતા હતા ત્યારે તેમને ઉંચાઈના લીધે થાક અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. આવી વિષમ પરિસ્થિતીમાં પણ તેમણે મેચ પૂર્ણ કરી હતી.

x
રદ કરો

કલમ

TOP