• Home
  • Dvb
  • Dbv
  • road accident in jaipur at jln marg 2 people death

CCTV / જયપુરમાં બેકાબૂ કારે જોરદાર ટક્કર મારી, બે ભાઈને 50 ફૂટ દૂર ફંગોળ્યા, બન્નેના ઘટના સ્થળે મોત

  • એક્સિડેન્ટમાં બે સગા ભાઈના મોત, 10 ઘાયલ.
  • મરનાર વિવેકના છ મહિલા પહેલા લગ્ન થયા હતા.
  • બીજા ભાઈને ચાર વર્ષનો પુત્ર છે
     

Divyabhaskar.com

Jul 17, 2019, 05:27 PM IST

વીડિયો ડેસ્કઃ જયપુરમાં થયેલા એક્સિડન્ટના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ એક્સિડન્ટ જયપુરના જે.એલ.એન રોડ પર બિરલા મંદિર પાસે થયો હતો. સિગ્નલ બંધ હોવાથી ચાર રસ્તા પર તમામ વાહનો ઊભા હતા. આ દરમિયાન જ પાછળથી એક બેકાબૂ કારે બાઈક અને કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હોય હતી કે, બાઈકસવાર બન્ને ભાઈ હવામાં ફંગોળાઈને 50 ફૂટ દૂર પડ્યા હતા. બન્નેના ઘટના સ્થળે મોત થાય છે.

મંગળવારે સાંજે 4.30 વાગ્યે પુનીત પરાસર અને તેનો ભાઈ વિવેક પરાસર બાઈક પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. પોલીસના કહેવા મુજબ સિંગ્લન બંધ હોવાથી આમનું બાઈક પણ ઊભું હતું, ત્યારે પાછળથી આવેલી બેકાબૂ કારે તેમને હડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને 50 ફૂટ દૂર હવામાં ફંગોળાયા હતા. જેવું સિગ્લન ગ્રિન થયું કે તરત બીજા લોકો જવા લાગ્યા કોઈએ આમની મદદ કરી ન હતી. 10થી વધારે લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. તેમાંથી છ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.

ચાર રસ્તા ઉપર રમકડા વેંચતી એક મહિલા પણ ઘાયલ થઈ છે. કાર ચાલકના કહેવા મુજબ તે તેના સાથી કર્મચારીની કાર લઈને તેના માતા-પિતાને એઆરઆઈ રિપોર્ટ કરાવવા માટે લેવા જઈ રહ્યો હતો. રસ્તા ઉપર અચાનક રમકડા વેંચનાર વ્યક્તિ આવી જતાં બ્રેકના બદલે લીવર પર પગ રખાઈ ગયો હતો. ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મરનાર વિવેકના છ મહિના પહેલા લગ્ન થયા હતા અને પુનિતને ચાર વર્ષનો પુત્ર છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી