Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3510

ઈમરાન ખાનની પાર્ટીના નેતાએ લાઈવ ડિબેટમાં જ ગેસ્ટને માર્યા, યૂઝર્સે પણ ઉઠાવ્યા સવાલો

  • પ્રકાશન તારીખ25 Jun 2019
  •  

પાકિસ્તાનની એક સ્થાનિક ન્યૂઝ ચેનલની લાઈવ ડિબેટમાં ચર્ચા એટલી ઉગ્ર બની હતી કે બે ગેસ્ટ બોલાચાલી બાદ એકબીજા સાથે છૂટ્ટાહાથની મારામારી કરવા લાગ્યા હતા. ચેનલમાં ચર્ચા કરવા ગયેલા પીટીઆઈ(પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ)ના નેતા અને કરાચી પ્રેસ ક્લબના અધ્યક્ષ વચ્ચે કોઈ મુદ્દે વાંધો પડતાં જ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ પર ઉતરી આવ્યા હતા. અચાનક જ પીટીઆઈના નેતાએ સીધો જ આ અધ્યક્ષ પર હુમલો કરીને તેમને નીચે પટક્યા હતા. બાદમાં બંને પેનલિસ્ટ મારામારી પર ઉતરી આવ્યા હતા. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ન્યૂઝ એંકર સહિત સ્ટૂડિયોમાં હાજર અન્ય સ્ટાફ પણ તેમને શાંત કરવા દોડ્યો હતો. તમને જણાવી દઈએ કે કરાચી પ્રેસ ક્લબના અધ્યક્ષ ઈમ્તિયાઝ ખાન પર પીટીઆઈના નેતા મંસૂર અલીએ કરેલા આવા હુમલાના પણ ઘેરા પ્રત્યાઘાત પાકિસ્તાની મિડિયાઆલમમાં પડ્યા છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને યૂઝર્સે પણ તેમની મજા લેતાં અવનવી કોમેન્ટ્સ કરી હતી. જેમાં સૌથી વધુ આક્રોશ ઈમરાન ખાનના ઈલેક્નેશન સમયના નારાને લઈને વ્યક્ત કર્યો હતો, એક જ સવાલ હતો કે શું આ જ નવું પાકિસ્તાન છે?

x
રદ કરો

કલમ

TOP