બિહાર / બે યુવકોની લાશ મળતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, પોલીસે દોડાવી-દોડાવીને માર્યા

Divyabhaskar.com

Sep 08, 2019, 02:05 PM IST

બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા ઔરાઈમાં ગુમ થયેલા બે યુવકોની લાશ નદીના પટમાંથી મળતાં જ ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચેલી પોલીસ પર જ ગામવાળાઓએ હુમલો કર્યો હતો. જોતજોતામાં જ એકઠી થઈ ગયેલી ભીડે આ પોલીસકર્મીઓને લાકડી-દંડાઓથી ફટકાર્યા હતા. લોકોનો આક્રોશ જોઈને પોલીસે પણ જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. અંતે ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં પંદર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું જેના કારણે એક યુવક પણ ઘાયલ થયો હતો. તો સામે ગામવાળાઓના હુમલામાં ઘાયલ થયેલા ત્રણ પોલીસકર્મીઓને પણ સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા.

મળતી વિગતો પ્રમાણે એક મહિલાએ આ બંને યુવકો પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સહીસલામત રીતે તેના ઘરે પહોંચાડી હતી. ગુમ થયા તે પહેલાં આ બંને મૃતકો પાસેના ગામમાં જોવા મળ્યા હતા

જ્યારે તેમના ગૂમ થવાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે શોધખોળ કરવામાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. નદીના પટમાંથી તેમની લાશ મળતાં જ લોકોએ દોષનો ટોપલો પોલીસ પર ઢોળ્યો હતો. ગામલોકોએ કહ્યું હતું કે જો પોલીસે છેડતીના સમયે જ આ બંને યુવકોને કબજામાં લીધા હોત તો કદાચ તેઓ આજે જીવતા હોત. પોલીસે એક ષડયંત્ર રચીને બંને યુવકોને મારી નાખ્યા છે તેવો આક્ષેપ પણ મૃતકોના પરિવારે કર્યો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી