રામબાણ / તાડાસન કરો અને પિચોટીથી કાયમી છૂટકારો મેળવો, બાળકો માટે પણ બેસ્ટ, વેરાવળના ખેતસીભાઈએ શીખવી આસાન રીત

આ આસન કરવાથી ઊંચાઈ પણ વધશે અને રિલેક્સ ફીલ થશે
 

DivyaBhaskar.com

May 19, 2019, 04:57 PM IST

વીડિયો ડેસ્કઃ વેરાવળના સિનિયર સિટીજન, યોગા એક્સપર્ટ અને સામાજિક કાર્યકર ખેતસીભાઈ મૈઠિયાએ પિચોટીથી કાયમી છૂટકારો મેળવી શકાય એવું સરળ આસન શીખવ્યું છે. આ આસન એટલે તાડાસન. બાળકોમાં પિચોટીનો પ્રોબ્લેમ વધુ હોય છે અને તેમના માટે પણ આ આસન બેસ્ટ છે. ખેતસીભાઈ કહે છે કે, રાત્રે મોડા સૂવાની અને સવારે મોડા ઊઠવાની આદત બદલવી જોઈએ. એટલું જ નહીં જે લોકોને ઊંધા સૂવાની ટેવ હોય તેમણે તાત્કાલિક બદલવી જોઈએ. સાથે સાથે જમવામાં પણ નિયમિતતા રાખવી જોઈએ. ખેતસીભાઈ કહે છે કે, રોજીંદા જીવનમાં આટલો સામાન્ય બદલાવ કરવાથી અને દિવસમાં 4-5 વખત તાડાસન કરવાથી પિચોટીથી બચી શકાય છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી